For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક જ ઓવરમાં 39 રન આપી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 ઓક્ટોબર : કહેવામાં આવે છે કે ક્રિકેટ એ અનિશ્ચિતતાઓનો ખેલ છે. બાંગ્લાદેશના ક્રિકેટર અલાઉદ્દીન બાબુએ એક ઓવરમાં 39 રન આપીને આ કહેવતને એકદમ સાર્થક બનાવી છે. આ કારણે અલાઉદ્દીનના નામે એક અનોખો વિશ્વ રેકોર્ડ પણ નોંધાયો છે.

બાંગ્લાદેશની અંડર 19 ટીમની તરફથી રમી ચૂકેલા અલાઉદ્દીને આ અનોખો વિક્રમ ઢાકા પ્રિમિયર ડિવિઝન દરમિયાન બનાવ્યો હતો. અબહાની લિમિટેડ તરફથી રમતા અલાઉદ્દીને શેખ જમાલ ધાનમંડીની વિરુદ્ધ 49મા ઓવરમાં ઇતિહાસ રચ્યો હતો. આ એવો ઇતિહાસ છે જેને તેઓ દોહરાવવા નહીં માંગે.

alauddin-babu-bangladesh-cricketer

આવી રીતે રચાયો વિશ્વ વિક્રમ
ઝિમ્બાબ્વેના પૂર્વ કેપ્ટન ચિંગુબરાની વિરુદ્ધ 49મી ઓવરનો પહેલો બોલ નોબોલ બનાવીને 5 રન ફટકાર્યા હતા. ત્યાર બાદ તે દિશા ચૂક થઇ અને વાઇડ બોલ ફેંક્યો હતો. આવી રીતે આ ઓવરમાં એક પણ માન્ય બોલ વગર 6 રન બની ચૂક્યા હતા. ત્યાર બાદ પ્રથમ માન્ય બોલ પર ચિંગુબરાએ સિક્સર ફટકારી હતી. ત્યાર બાદ ચોગ્ગો, ત્યાર બાદ છગ્ગો, પછી ચોગ્ગો અન ત્યાર બાદ ફરી છગ્ગો. આ રીતે પાંચ બોલ પર 32 રન બની ગયા હતા. ત્યાર બાદ ફરી દિશા ભટકેલા બાબુએ વધારાનો રન આપ્યો અને એક વધારાનો બોલ પણ નાખવો પડ્યો. છેલ્લા બોલમાં ફરી છગ્ગો ફટકાર્યો અને આ રીતે રચાયો એક જ ઓવરમાં 39 રનનો વિશ્વ વિક્રમ.

English summary
Bangladesh cricketer Alauddin Babu gave 39 runs in an over
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X