આઈપીએલ ટાઇટલ સ્પૉન્સરશિપ માટે ટેન્ડર મંગાવાયા

મીડિયાને જારી કરવામાં આવેલ પ્રેસનોટમાં બીસીસીઆઈએ જણાવ્યું છે કે આ ટેન્ડર બીસીસીઆઈ, ક્રિકેટ સેંટર, મુંબઈમાં સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી પ્રાપ્ત કરી શકાશે. દરેક ટેન્ડરની કિંમત બે લાખ રૂપિયા છે. બીસીસીઆઈના જણાવ્યાં મુજબ આ કૉન્ટ્રાક્ટ પાંચ વર્ષ (2013-2017) માટે કરાશે.
નોંધનીય છે કે અત્યાર સુધી ડીએલએફ આઈપીએલનો ટાઇટલ સ્પૉન્સર હતું. ડીએલએફએ બીસીસીઆઈ સાથે આ માટે પાંચ વર્ષનો કરાર કર્યો હતો. આ કરારની મુદ્દત આ વર્ષે સમાપ્ત થઈ ગઈ છે અને ડીએલએફએ કૉન્ટ્રાક્ટ આગળ ચાલું રાખવાનો ઇનકાર કર્યો છે.
આઈપીએલની છઠી સીઝનનો પ્રારંભ 30મી એપ્રિલ, 2013ના રોજથી થવાની છે.












Click it and Unblock the Notifications
