BCCI New Secretary : કોણ છે દેવજીત સૈકિયા? જે હવે BCCI માં જય શાહની જગ્યા લેશે
Who is Devajit Sakia : બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે આઈસીસીમાં ચેરમેનનું પદ સંભાળ્યુ છે. હવે બીસીસીઆઈમાં તેમનું સ્થાન દેવજીત સૈકિયા સંભાળશે.
જય શાહના આઈસીસીમાં ગયા બાદ બીસીસીઆઈ સેક્રેટરીનું પદ ખાલી પડ્યુ હતું. બીસીસીઆઈએ હવે આ સ્થાને દેવજીત સૈકિયાની નિયુક્તી કરી છે.

જણાવી દઈએ કે, BCCI ના નિયમો અનુસાર જ્યાં સુધી કાયમી સચિવની નિમણૂક ન થાય ત્યાં સુધી કાર્યકારી સચિવ બોર્ડની કામગીરી સંભાળી શકે છે. આ એક કામચલાઉ વ્યવસ્થા છે, જેનો ઉદ્દેશ્ય બોર્ડના રોજિંદા કામકાજને સરળતાથી ચલાવવાનો છે.
કાર્યકારી સચિવને બોર્ડના સામાન્ય કાર્યો અને નિર્ણયોની જવાબદારી સોંપાય છે. જો કે તે કાયમી સચિવ તરીકે કાર્ય કરી શકતા નથી. કાયમી સચિવની નિમણૂક પછી કાર્યકારી સચિવનું પદ આપોઆપ ખતમ થઈ જાય છે.
દેવજીત સૈકિયાનો જન્મ 1969માં આસામના ગુવાહાટીમાં થયો છે અને ભારતીય ક્રિકેટમાં જાણીતું નામ છે. 1984માં સીકે નાયડુ ટ્રોફીમાં આસામની ટીમ માટે ક્રિકેટ રમતા હતા અને અંડર-19 ટીમના સભ્ય પણ રહ્યાં છે.
સૈકિયા સૌરવ ગાંગુલી સાથે પૂર્વ ઝોન માટે પણ ક્રિકેટ રમ્યા છે. વર્ષ 2019 માં દેવજીત સૈકિયાને BCCIના સંયુક્ત સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ સમયે સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ હતા. સૈકિયાની આ સફળતા માત્ર આસામ ક્રિકેટ માટે જ નહીં પરંતુ ભારતીય ક્રિકેટ માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
સૈકિયાએ 1991માં આસામ તરફથી રણજી ટ્રોફીમાં પ્રવેશ કર્યો હતો. તેમણે પોતાની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કારકિર્દીમાં માત્ર 4 મેચ રમી હતી, જેમાં તેણે કુલ 53 રન બનાવ્યા હતા.












Click it and Unblock the Notifications
