આખરે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ માટે કેમ વિલન બન્યું બીસીસીઆઇ
મુંબઇ, 19 ફેબ્રુઆરી: બીસીસીઆઇએ ટીમ ઇન્ડિયાના કેટલાંક ખેલાડીઓની એ માંગને ઠુકરાવી દીધી છે જેમાં ખેલાડીઓએ તેમની પત્નીઓ અને ગર્લફ્રેન્ડ્સને વર્લ્ડકપ દરમિયાન હોટેલમાં સાથે રોકાવાની પરવાનગી માંગી હતી. પાકિસ્તાન પર જીત મેળવ્યા બાદ ઉત્સાહીત ટીમ ઇન્ડિયાના કેટલાંક ખેલાડીઓએ બીસીસીઆઇ પાસે એ વાતની પરવાનગી માગી હતી કે તેમની પત્ની તથા ગર્લફ્રેન્ડને તેમની સાથે હોટેલમા રોકાવાની પરવાનગી આપવામાં આવે.

અત્રે નોંધનીય છે કે ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રીકા જેવી ટીમોનો હવાલો આપતા જણાવ્યું હતું કે તેમને સુવિધા મળેલી છે તો અમને કેમ નહીં. પરંતુ બીસીસીઆઇએ તેમની એક વાત પણ સાંભળી નહીં. નોંધનીય છે કે ભારતની હવે પછીની મેચ રવિવારે દક્ષિણ આફ્રિકાની સામે જ છે. બીસીસીઆઇએ વિશ્વકપ શરૂ થતા પહેલા જ નિયમ લાગુ કર્યા હતા પરંતુ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ આ માગને ઉઠાવી હતી.












Click it and Unblock the Notifications
