For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BCCIએ ડેક્કન ચાર્જસ સાથેનો કરાર તોડ્યો

|
Google Oneindia Gujarati News

Deccan chargers
મુંબઇ, 13 ઓક્ટોબર: આર્થિક સંકળામણનો સામનો કરી રહેલી આઇપીએલની ફ્રેન્ચાઇજી ડેક્કન ચાર્જસનો બીસીસીઆઇ સાથેનો કરાર ખતમ થઇ ગયો છે. થોડા દિવસ પહેલા બોમ્બે હાઇકોર્ટે કરેલા આદેશ પ્રમાણે ડેક્કન ચાર્જસ બીસીસીઆઇને 100 કરોડની બેન્ક ગેરંટી આપવામાં નિષ્ફળ રહી હતી. આખરે બીસીસીઆઇએ આ ટીમ સાથેનો કરાર રદ કરી દીધો છે.

અત્રે નોંધનીય છે કે ડેક્કન ક્રોનિકલ હોલ્ડીંગ લિમિટેડ કંપની ડેક્કન ચાર્જસની માલિક છે. કંપનીએ બેન્ક ગેરંટી આપવાની સમય મર્યાદા વધારવા કોર્ટને વિનંતી કરી હતી પરંતુ ઘણો સમય થઇ જવાના કારણે કોર્ટે ઇનકાર કરી દીધો હતો.

જોકે આ પહેલા બીસીસીઆઇએ ટીમને વેચવા માટે 15 સપ્ટેમ્બરે હરાજીનું આયોજન કર્યું હતું પરંતુ આર્થિક સંકળામણના કારણે કોઇએ ટીમ ખરીદી નહી. ડેક્કન ચાર્જસ 2009માં આઇપીએલની ચેમ્પીયન બની ચૂકી છે.

English summary
Deccan Chargers terminated from IPL, after failing to pay a bank guarantee of Rs 100 Crore to BCCI on Friday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X