For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BCCI T-20 વર્લ્ડ કપ ફાઇનલમાં દર્શકોની સંપૂર્ણ હાજરી ઈચ્છે છે!

આઇસીસી દ્વારા ટી 20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી ઓમાન અને યુએઇમાં રમાવાનો છે, જો કે હોસ્ટિંગના અધિકારો હજુ પણ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પાસે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : આઇસીસી દ્વારા ટી 20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી ઓમાન અને યુએઇમાં રમાવાનો છે, જો કે હોસ્ટિંગના અધિકારો હજુ પણ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પાસે છે. બીસીસીઆઈએ અમીરાત ક્રિકેટ બોર્ડ સાથે મળીને યુએઈ સરકાર પાસેથી 14 નવેમ્બરે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાનારી અંતિમ મેચ માટે દર્શકોને મેચ જોવાની સંપૂર્ણ મંજૂરી આપવા માટે મંજૂરી માંગી છે. BCCI અને ECB આ અંગે UAE સરકાર સાથે વાતચીત કરી રહ્યા છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ તરફથી આ બાબતની જાણકારી ધરાવતા એક સૂત્રએ જણાવ્યું હતું કે, ભારતીય બોર્ડ 25 હજાર ઈચ્છુક લોકોને ફાઈનલ જોવા માટે યુએઈ પ્રશાસન પાસેથી પરવાનગી માંગી રહી છે.

T-20 World Cup Final!

તેમણે કહ્યું કે, BCCI અને ECB વર્લ્ડ કપની અંતિમ મેચ માટે સંપૂર્ણ ક્ષમતા સાથે દર્શકોને પાછા લાવવા માંગે છે. જો તમામ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને પરવાનગી આપવામાં આવે તો ફાઈનલ મેચમાં જબરદસ્ત માહોલ જોવા મળશે. BCCI અને ECB ના અધિકારીઓને આશા છે કે તેમને પરવાનગી મળશે.
ઉલ્લેખનીય છે કે યુએઈમાં રમાઈ રહેલી આઈપીએલ 2021 માટે યુએઈ સરકારે કોવિડ-19 પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને દર્શકોના પરત ફરવા માટે પહેલાથી જ લીલી ઝંડી આપી દીધી છે. આ નિયમો અનુસાર દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ જોવા આવતા દર્શકોને સ્ટેન્ડમાં પ્રવેશતા પહેલા 48 કલાક પહેલા PCR ટેસ્ટની જરૂર નથી, પરંતુ મેચમાં દાખલ થવા માટે કોવિડ રસીના બંને ડોઝનું પ્રમાણપત્ર જરૂરી છે.

જો કે, શારજાહ મેદાન પર સ્થિતી થોડી અલગ છે. અહીં સ્ટેડિયમમાં પ્રવેશવા માટે પ્રેક્ષક ઓછામાં ઓછા 16 વર્ષથી વધારે ઉમરના હોવા જોઈએ અને ઓછામાં ઓછો એક રસીનો ડોઝ લેવો ફરજીયાત છે. અહીં ચાહકોએ ઓછામાં ઓછા 48 કલાક અગાઉ કોરોના ટેસ્ટ કરાવવો પડશે અને તેના રિપોર્ટ સાથે એન્ટ્રી મેળવવી પડશે. આ સિવાય જો અલ હોસન એપ પર ફેન્સની સ્ટેટસ રિપોર્ટ ગ્રીન હશે તો પ્રવેશની મંજૂરી આપવામાં આવશે.

અબુ ધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમમાં 16 વર્ષથી ઉપરના દર્શકોના પ્રવેશ માટે રસીકરણની સાથે 48 કલાક પહેલા કરવામાં આવેલ પીસીઆર ટેસ્ટ રિપોર્ટ પણ હોવો ફરજીયાત છે. 12-15 વર્ષની વયના લોકો માટે રસીકરણનું પ્રમાણપત્ર હોવું જરૂરી નથી, પરંતુ પીસીઆર રિપોર્ટ હોવો જરૂરી છે. 12 વર્ષથી ઓછી ઉંમરના દર્શકો માટે વયસ્ક વ્યક્તિ સાથે આવવું ફરજીયાત છે.

નોંધનીય છે કે, આઇસીસી ટી 20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી ઓમાન અને પાપુઆ ન્યૂ ગિની વચ્ચે રાઉન્ડ 1 ગ્રુપ બીની મેચથી શરૂ થશે, જ્યારે ભારતીય ટીમ 24 ઓક્ટોબરથી પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે.
તમને જણાવી દઈએ કે, આ ટુર્નામેન્ટની પ્રથમ સેમીફાઈનલ 10 નવેમ્બરે અબુ ધાબીના મેદાન પર રમાવાની છે, જ્યારે બીજી સેમીફાઈનલ 11 નવેમ્બરે દુબઈમાં રમાશે. બંને સેમિફાઇનલ મેચ માટે એક-એક અનામત દિવસ રાખવામાં આવ્યો છે. આ સાથે જ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 14 નવેમ્બરે દુબઇમાં યોજાશે, જેના માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.

English summary
BCCI wants full attendance of spectators in T-20 World Cup Final!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X