For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોક્સર વિજેન્દર સિંહની ગમે ત્યારે ધરપકડ થઇ શકે છે

|
Google Oneindia Gujarati News

vijender singh
નવી દિલ્હી, 31 માર્ચ: ડ્રગ્સના મામલામાં ફંસાયેલા બોક્સર વિજેન્દરસિંહની મુશ્કેલીઓ વધતી દેખાઇ રહી છે, સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે જણાવ્યું કે તેમની પાસે એ વાતના પાક્કા પૂરાવા છે કે વિજેન્દ્ર સિંહ ડ્રગ્સ ડીલિંગમાં પકડાઇ ગયેલા અનૂપ સિંહના સંપર્કમાં હતો.

કેટલાક દિવસ પહેલા ફતેહગઢ સાહિબમાં પકડાયેલ 130 કરોડના ડ્રગ્સના મામલામાં અનૂપસિંહની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલમાં વિજેન્દર સિંહના દોસ્ત રામસિંહને નોકરીમાંથી બરતરફ કરવામાં આવી ચૂક્યા છે.

શું છે આખો મામલો:
ફતેહગઢ પોલીસે 7 માર્ચના રોજ બે ડ્રગ તસ્કરોને પકડ્યા હતા. ત્યારબાદ ફતેહગઢ પોલિસે તેમના જીરકપૂરના ઘરમાંથી 130 કરોડ રૂપિયાનું 26 કિલો ડ્રગ્સ પકડાયુ હતું. આ તસ્કરોમાં એક કેનેડા અને બીજો એનઆરઆઇ હતો. જીરકપૂરના ફ્લેટની બહાર એક ગાડી પણ મળી આવી જે બોક્સર વિજેન્દરસિંહની પત્ની અર્ચનાના નામે રજિસ્ટર્ડ હતી.

જોકે પોલીસે વિજેન્દરનું બ્લડ સેમ્પલ લેવાની કોશિશ કરી તો આ બોક્સરે પોતાનું બ્લડ સેમ્પલ આપવાની ના કહી દીધી. અને તેમણે જણાવ્યું કે તેઓ પોતાનું બ્લડ ડોપિંગ એજેન્સીને જ આપશે. વિજેન્દરસિંહ હરિયાણા પોલીસમાં જીએસપી છે.

English summary
International boxer Vijender Singh can be arrested anytime in Drug haul case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X