Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કેપ્ટન કુલ ધોનીનો નવો લૂક, સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ

ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની હમણાં ક્રિકેટથી છે, પરંતુ સોશિયલ મીડિયાથી લઈને ચાહકો સુધી તે સતત સમાચારોમાં રહે છે. હવે ફરી એક વખત કેપ્ટન કૂલ ચર્ચામાં છે અને આ વખતે તેનું કારણ તેનો નવો લુક છે.

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની હમણાં ક્રિકેટથી છે, પરંતુ સોશિયલ મીડિયાથી લઈને ચાહકો સુધી તે સતત સમાચારોમાં રહે છે. હવે ફરી એક વખત કેપ્ટન કૂલ ચર્ચામાં છે અને આ વખતે તેનું કારણ તેનો નવો લુક છે. મહેન્દ્રસિંહ ધોનીની નવી હેરસ્ટાઇલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ચાહકોને પસંદ આવી રહી છે.

હેરસ્ટાઇલિસ્ટ આલીમ હકિમે ફોટો પોસ્ટ કર્યા

હેરસ્ટાઇલિસ્ટ આલીમ હકિમે ફોટો પોસ્ટ કર્યા

હેરસ્ટાઇલિસ્ટ આલીમ હકિમે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ધોનીની તસવીરો પોસ્ટ કરી હતી. જેમાં મહેન્દ્ર સિંહ ધોનીની નવી હેરસ્ટાઇલ નજર આવી રહી છે.

કરિયરની શરૂઆતથી જ ધોની લૂકને લઈને સતત ચર્ચામાં છે

કરિયરની શરૂઆતથી જ ધોની લૂકને લઈને સતત ચર્ચામાં છે

ક્રિકેટ કારકિર્દી દરમિયાન પણ મહેન્દ્રસિંહ ધોની તેની હેરસ્ટાઇલને લઈને સતત ચર્ચામાં રહેતો હતો. કારકિર્દીના શરૂઆતના દિવસોના લાંબા વાળ હોય કે વર્લ્ડ કપની જીત પછીનું મુંડન. ધોની હંમેશા દેખાવના મામલે તેના ચાહકોને આશ્ચર્યચકિત કરતો રહ્યો છે.

આઈપીએલમાં રમતો જોવા મળશે

આઈપીએલમાં રમતો જોવા મળશે

હવે જ્યારે મહેન્દ્ર સિંહ ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે ત્યારે તે તેના નવા દેખાવો સાથે જોવા મળે છે. તમને જણાવી દઈએ કે ટૂંક સમયમાં મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર ક્રિકેટના મેદાન પર જોવા મળશે. MS ધોની ટૂંક સમયમાં UAE માં IPL ના બીજા ભાગ માટે ચેન્નઈ સુપર કિંગ્સ કેમ્પમાં જોડાશે. ઉલ્લેખનિય છે કે, અલીમ હકીમની ગણતરી દેશના જાણીતા હેરસ્ટાઈલિસ્ટ તરીકે થાય છે. બોલિવૂડના મોટા સ્ટાર્સ હોય કે ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ, તેઓ ઘણીવાર લીમ હકીમ પાસે જઈને પોતાને નવો લુક આપતા જોવા મળ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X