ધોનીએ પૂર્વ કપ્તાનને પાછળ રાખી દઇ રચ્યો ઇતિહાસ
વિશાખાપટ્ટનમ, 25 નવેમ્બર: ટીમ ઇન્ડિયાના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની એક પછી એક કપ્તાની રેકોર્ડ પોતાના નામે કરતા જઇ રહ્યા છે. ગઇકાલે વેસ્ટઇન્ડિઝ ટીમની વિરુદ્ધ એક વિકેટકીપર કપ્તાનના રૂપમાં તેમણે 150મી મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું જે એક રેકોર્ડ છે. ધોનીએ સૌરવ ગાંગુલીએ 147 મેચોમાં કપ્તાનીનો રેકોર્ડ તોડી દીધો છે. જોકે ભારત માટે સૌથી વધારે 174 વનડે મેચોમાં મોહમ્મદ અજરૂદ્દીને કપ્તાની કરી છે.
ધોનીને 2007માં ટીમ ઇન્ડિયાનો કપ્તાની સોંપવામાં આવી હતી, ત્યારથી લઇને તેમણે ઘણી મોટી જીત ટીમ ઇન્ડિયાને અપાવી, જેમાં ટી-20 વર્લ્ડકપ 2007, વર્લ્ડકપ 2011 અને આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનો સમાવેશ થાય છે. તેઓ દુનિયાના પહેલા કપ્તાન છે જેણે આઇસીસીના ત્રણેય પ્રતિષ્ઠિત કપ જીત્યા છે.
ધોનીએ જે 150 મેચોમાં ટીમની કપ્તાની કરી છે, તેમાંથી 50માં ટીમને હાર અને 87માં જીત હાસલ થઇ છે, જ્યારે ત્રણ મેચ ટાઇ રહી અને 9 મેચ અપરિણામ રહી છે. ભારતના સફળ વનડે કપ્તાનોની સૂચિમાં અજરૂદ્દીન 90 જીતની સાથે પ્રથમ સ્થાને છે, જ્યારે ધોની બીજા નંબર પર અને ગાંગુલી 76 જીતની સાથે ત્રીજા સ્થાને છે.
સૌથી વધારે મેચોમાં કપ્તાની કરનાર ખેલાડીઓ:

રિકી પોંટિંગ, ઓસ્ટ્રેલિયા
230 મેચ રમી જેમાં 165 જીતી, અને 51માં હાર મેળવી.

સ્ટીફેન ફ્લેમિંગ, ન્યૂઝિલેન્ડ
218 મેચ રમી જેમાં, 98માં જીત મેળવી અને 116માં હાર મળી.

અર્જુન રણતુંગા, શ્રીલંકા
193 મેચ રમી જેમાંથી 89 મેચોમાં જીત મેળવી અને 95માં હાર.

મહેન્દ્ર સિંહ ધોની, ભારત
150 મેચો રમી અને તેમાંથી 87માં જીત મેળવી અને 50માં હાર.

ગ્રીમ સ્થિથ, દક્ષિણ આફ્રિકા
150 મેચો રમી જેમાંથી 92માં જીત મેળવી અને 51માં હાર.

સૌરવ ગાંગુલી, ભારત
સૌરવ ગાંગુલીએ 147 વનડે મેચો રમી છે અને 76માં જીત મેળવી છે અને 66માં હાર.

હેંસી ક્રોનિયે, દક્ષિણ આફ્રિકા
હેંસીએ 138 મેચમાં કપ્તાની કરી અને 99માં જીત મેળવી અને 35માં હાર.












Click it and Unblock the Notifications
