રોમાંચક મેચમાં સુપર ઓવર થકી વિજયી બન્યું શ્રીલંકા

new zealand celebrate
કોલંબો, 27 સપ્ટેમ્બરઃપાલેકેલે ઇન્ટરેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રોમાંચક મેચમાં શ્રીલંકાએ ન્યુઝિલેન્ડને છ વિકેટે હરાવીને સુપર-8 મુકાબલામાં વિજયી શરૂઆત કરી છે. શ્રીલંકા તરફથી દિલશાને વિસ્ફોટ 76 રનની જ્યારે જયવર્ધનેએ 44 રનની જરૂરી ઇનિંગ રમી હતી. ન્યુઝિલેન્ડ તરફથી ફ્રેન્કલિન સફળ બોલર પુરવાર થયો હતો. તેણે 2 વિેકેટ મેળવી હતી. અંતિમ ઓવરના છેલ્લા બોલે થિરિમાન્ને આઉટ થઇ જતાં મેચનું પરિણામ સુપર ઓવરના આધારે લાવવામાં આવ્યું હતું. શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા 13 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ન્યુઝિલેન્ડ 7 રન બનાવી શકતા શ્રીલંકાનો વિજય થયો હતો.

આ પહેલાં રોબ નિકોલ અને માર્ટિન ગુપ્તિલની શાનદાર ઇનિંગની મદદથી ન્યુઝિલેન્ડે શ્રીલંકા સામે 175 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. નિર્ધારિત ઓવરમાં શ્રીલંકાએ છ વિકેટ ગુમાવીને સરખો સ્કોર બનાવતા મેચ ટાઇમાં પરિણામી હતી અને સુપર ઓવર રમાડવી પડી હતી. સુપર ઓવરમાં પ્રથમ શ્રીલંકા બેટિંગ કરવા માટે આવ્યું હતું.

શ્રીલંકા તરફથી જયવર્ધને અને થિસારા પરેરાએ શરૂઆત કરી હતી. ઓવરના ચોથા બોલે જયવર્ધને આઉટ થઇ ગયો હતો અને પરેરાનો સાથે દિલશાને આપ્યો હતો. શ્રીલંકાએ એક વિકેટ ગુમાવીને 13 રન બનાવ્યા હતા. 14 રનના લક્ષ્યાંકને પાર પાડવા ન્યુઝિલેન્ડ તરફથી બી મેક્કુલમ અને ગુપ્તિલે શરૂઆત કરી હતી. જોકે મલિંગાની વેધક બોલિંગ સામે ન્યુઝિલેન્ડ નિર્ધારિત 15 રન કરી શકી ન હતી. મલિંગાએ સુપર ઓવરમાં એક વિકેટ મેળવીને 7 રન આપ્યાં હતા.

ટી-20 વિશ્વકપની પ્રથમ સુપર-8 મેચમાં ન્યુઝિલેન્ડે પ્રથમ ટોસ જીતી નિર્ધારિત ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 174 રન બનાવ્યા હતા. ન્યુઝિલેન્ડ તરફથી સર્વાધિક રન નિકોલ(58) અને ગુપ્તિલ(38) બનાવ્યા છે. જ્યારે શ્રીલંકા માટે કુલશેકરા અને પરેરા 2-2 વિકેટ મેળવવામાં સફળ રહ્યાં છે.

ન્યુઝિલેન્ડ સામેની મેચમાં શ્રીલંકા ફિલ્ડ પર નિરાશ જણાઇ રહી હતી. જ્યારે નવોદિત ખેલાડી અકિલા ધનનજયા પરેરાએ પોતાની ડેબ્યુટ મેચમાં 2 વિકેટ મેળવી હતી. પરેરાએ ચાર ઓવરમાં 32 રન આપીને બે વિકેટ મેળવી છે. મુરલીધરન(2-27) અને મેન્ડિસ(4-15) પછી એ ત્રીજો ખેલાડી છે જેણે પોતાની પ્રથમ મેચમાં 2 વિકેટ ઝડપી હોય.

ન્યુઝિલેન્ડ તરફથી નિકોલે 40 બોલમાં ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 58 રન ફટકાર્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X