સૌરાષ્ટ્રના યુવા ક્રિકેટર ચેતેશ્વર પુજારાની સગાઇ
રાજકોટ, 7 નવેમ્બરઃ ટીમ ઇન્ડિયાના યુવા ખેલાડી ચેતેશ્વર પુજારાની સગાઇ રાજસ્થાનની પૂજા પાબરી સાથે થઇ છે. આ સમારોહમાં સામેલ થનારાઓમાં એકમાત્ર ક્રિકેટર સૌરાષ્ટ્રનો સુકાની જયદેવ શાહ હતો.
ચેતેશ્વર પુજારાના પિતા અરવિંદ પુજાએ જણાવ્યું કે અમે સગાઇ માટે એક નાનો કાર્યક્રમ રાખ્યો છે, જેમાં માત્ર પરિવારના સભ્યો જ સામેલ છે. પુજારાના પિતાએ કહ્યું કે લગ્ન થોડા સમય પછી થશે, કારણ કે ચેતેશ્વર ઇંગ્લેન્ડ વિરુદ્ધ થનારી શ્રેણીમાં ભાગ લઇ રહ્યો છે. આ એરેન્જ મેરેજ બન્નેની ઇચ્છાથી થયા છે. અમદાવાદ મિરરના અહેવાલ અનુસાર 22 વર્ષીય પૂજા પાબરીએ એમબીએ કર્યું છે.
ચેતેશ્વર પુજારાને અમદાવાદમાં થનારી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ ટીમ સામે રમવાનું છે. આ પહેલા તેમણે ઇંગ્લેન્ડ સામેના અભ્યાસ મેચમાં મુંબઇ 'એ' ટીમનું નેતૃત્વ કર્યું હતું.

ચેતેશ્વર પુજારાની સગાઇ
ટીમ ઇન્ડિયાના યુવા ખેલાડી ચેતેશ્વર પુજારાની સગાઇ રાજસ્થાનની પૂજા પાબરી સાથે થઇ છે.

ચેતેશ્વર પુજારાની સગાઇ
આ સમારોહમાં સામેલ થનારાઓમાં એકમાત્ર ક્રિકેટર સૌરાષ્ટ્રનો સુકાની જયદેવ શાહ હતો.












Click it and Unblock the Notifications
