મેદાન પર ઉતરતા જ ધોનીનો આ રેકોર્ડ થઇ જશે વધુ મજબૂત
બેંગ્લોર, 5 સપ્ટેમ્બરઃ ટીમ ઇન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોની આ વખતે ચેમ્પિયન્સ લીગ 2013માં મેદાન પર ઉતરતાની સાથે જ લીગની સર્વાધિક મેચોમાં સુકાની બનવાના પોતાના રેકોર્ડને વધુ મજબૂત બનાવી દેશે. આ વખતે ચેમ્પિયન્સ લીગ ટી20 ભારતમાં રમાઇ રહી છે. ટૂર્નામેન્ટનું આયોજન 17 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર સુધી કરવામાં આવ્યું છે. આ ગ્રુપમાં ટાઇટંસ, બ્રિસબેન હીટ, ત્રિનિડાડ અને ટોબેકો તથા એક ક્વોલિફાઇડ કરનારી ટીમ હશે.
ચેન્નાઇની પહેલી મેચ 22 સપ્ટેમ્બરના રોજ રાંચીમાં ટાઇટંસ સાથે જેએસસીએ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ધોનીએ અત્યારસુધીમાં લીગમાં સર્વાધિક 13 મેચોમાં સુકાની કરી છે. ત્યારબાદ ગૌતમ ગંભીર અને ડારેન ગાગાનો નંબર આવે છે. જે આ ટૂર્નામેન્ટ રમી રહ્યાં નથી.













Click it and Unblock the Notifications
