Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pic: આ અંગ્રેજોએ ધોનીના ધુંરધરોની હવા કાઢી નાંખી

મુંબઇ, 25 નવેમ્બર: મુંબઇ ખાતે રમાઇ રહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ ઇંગ્લેન્ડના બોલરો સામે ઘુટણીએ પડી ગઇ હતી. એકમાત્ર પૂજારાને બાદ કરતા ટીમમાં એકપણ બેટ્સમેને શાનદાર પ્રદર્શન કર્યું નહોતું. જ્યારે બીજી તરફ ઇંગ્લેન્ડની ટીમ તરફથી કેવીન પીટરસન અને એલિસ્ટર કૂક ભારતીય બોલરો પર તૂટી પડ્યા હતા. બન્ને અંગ્રેજી બેટ્સમેનોએ ભારતીય બોલરો પર જરા પર રહેમ નહીં ખાતા સદી ફટકારી હતી. એલિસ્ટર કૂકે 122 રનની ઇનિંગ રમી હતી. તો પીટરસને 186 રનની ઇનિંગ રમીને ઇંગ્લેન્ડને મુંબઇ ખાતેની મેચમાં મજબૂત સ્થિતિમાં મુકતા ઇંગ્લેન્ડે ભારત સામે પ્રથમ ઇનિંગમાં 406 રન બનાવી 86 રનની લીડ મેળવી લીધી છે.

ઇંગ્લેન્ડ તરફથી પીટરસન અને કૂકે શાનદાર બેટિંગ કરતા સદી ફટકારી હતી. કૂક 122 રન પર આઉટ થયો હતો જ્યારે પીટરસન 186 રન પર આઉટ થયો હતો. એક સમયે એવું લાગી રહ્યું હતું કે પીટરસન બેવડી ફટકારી દેશે પરંતુ ઓઝાએ તેની વિકેટ ઝડપી લીધી હતી. ભારત તરફથી ઓઝાએ પાંચ વિકેટ ઝડપી છે જ્યારે અશ્વિન અને હરભજને 2-2 વિકેટ ઝડપી છે.

એલિસ્ટર કૂકે 270 બોલનો સામનો કરી 13 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 122 રન બનાવ્યા હતા. તે અશ્વિનની ઓવરમાં ધોનીના હાથે કેચ આઉટ થયો હતો. બીજી તરફ કેવીન પીટરસને 233 બોલનો સામનો કરીને 20 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 186 રન બનાવ્યા હતા. તે ઓઝાની ઓવર ધોનીના હાથે કેચ આઉટ થયો હતો. ભારતીય બોલરોની નિષ્ફળતાનો ફાયદો ઉઠાવનારા અંગ્રેજ બેટ્સમેનોની તસવીરી ઝલક

કૂકને અભિનંદન પાઠવતો પીટરસન

કૂકને અભિનંદન પાઠવતો પીટરસન

મુંબઇ ખાતે રમાઇ રહેલી બીજી ટેસ્ટના ત્રીજા દિવસે કેવીન પીટરસને સાથી ખેલાડી એલિસ્ટર કૂકને સતત બીજી સદી ફટકારવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. કૂકે અમદાવાદ ખાતેની ટેસ્ટમાં પણ બીજી ઇનિંગમાં સદી ફટકારી હતી.

સદીની ઉજવણી કરતો કૂક

સદીની ઉજવણી કરતો કૂક

મુંબઇ ખાતે રમાઇ રહેલી બીજી ટેસ્ટના ત્રીજા દિવસે સદી ફટકાર્યા બાદ કૂક ઝુમી ઉઠ્યો હતો અને સાથી ખેલાડી પીટરસન સાથે ઉજવણી કરી હતી.

સદીની ઉજવણી કરતો કૂક

સદીની ઉજવણી કરતો કૂક

મુંબઇ ખાતે રમાઇ રહેલી બીજી ટેસ્ટના ત્રીજા દિવસે સદી ફટકાર્યા બાદ કૂક ઝુમી ઉઠ્યો હતો અને સાથી ખેલાડી પીટરસન સાથે ઉજવણી કરી હતી.

પીટરસનની અડધી સદી

પીટરસનની અડધી સદી

મુંબઇ ખાતે રમાઇ રહેલી ટેસ્ટના બીજા દિવસે અડધી સદી ફટકારતી વખતે કેવીન પીટરસને પાવરફૂલ શોટ ફટકાર્યો હતો.

પીટરસનના શોટથી રહાણે ઇજાગ્રસ્ત

પીટરસનના શોટથી રહાણે ઇજાગ્રસ્ત

મુંબઇ ટેસ્ટના બીજા દિવસે પીટરસન દ્વારા મારવામાં આવેલા એક શોટને રોકવા જતા ભારતીય ટીમનો યુવા ખેલાડી અજિંક્યા રહાણે ઇજાગ્રસ્ત થયો હતો.

શોટ ફટકારતો પીટરસન

શોટ ફટકારતો પીટરસન

ઇંગ્લેન્ડના બેટ્સમેન કેવીન પીટરસને મુંબઇ ખાતે રમાઇ રહેલી બીજી ટેસ્ટના બીજા દિવસે કેટલાક પાવરફૂલ શોટ ફટકાર્યા હતા.

શોટ ફટકારતો એલિસ્ટર કૂક

શોટ ફટકારતો એલિસ્ટર કૂક

શનિવારે વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલી મેચમાં શોટ ફટકારી રહેલો ઇંગ્લેન્ડના સુકાની એલિસ્ટર કૂક

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X