ક્રિકેટે મને સારી વ્યક્તિ બનાવીઃ રાહુલ દ્રવિડ
પણજી, 12 ઑગસ્ટઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની રાહુલ દ્રવિડે કહ્યું કે તેમના જીવન પર ક્રિકેટનો એટલો પ્રભાવ હતો કે ક્રિકેટે તેમને એક સારી વ્યક્તિ બનાવી દીધી. દ્રવિડે બીઆઇટીએસ પિલાની ગોવા કેમ્પસમાં દિક્ષાંત સમારોહના અવસરે કહ્યું કે, ક્રિકેટથી નિવૃત્તિ લીધાને દોઢ વર્ષ બાદ મને લાગ્યું કે ક્રિકેટે મને એક સારી વ્યક્તિ બનાવી દીધી છે. હું સફળતાં અને નિષ્ફળતામાંથી શીખું છું.
દ્રવિડે પોતાના શાળાકાળના દિવસો અને પ્રિન્સિપાલ ફાધર કોલ્હોનો ખાસ ઉલ્લેખ કર્યો. તેમણે એમ પણ કહ્યું કે, તેમના પિતા તેમની રમતના મોટા પ્રશંસક હતા.













Click it and Unblock the Notifications
