ભારત બાંગ્લાદેશ વચ્ચે થનારી ક્વાર્ટર ફાઇનલની 10 અજાણી વાતો
19 માર્ચથી ભારત અને બાંગ્લાદેશની વચ્ચે મુકાબલો થવાનો છે. જે માટે આ બન્ને ટીમે જોરશોરથી તૈયાર કરી છે. આ વિશ્વકપમાં આ બન્ને ટીમો પહેલી વાર આમને સામને રમવાની છે. મેલબર્નમાં થનારી આ મેચ વિષે અમે તમને જણાવાના છીએ કેટલીક ખાસ વાતો. તો જાણો આ મેચને 10 અજાણી વાતો તસ્વીરો સાથે...
તો જાણો આ ક્વાર્ટર ફાઇનલથી જોડાયેલી 10 અજાણી વાતો

ભારત- બાંગ્લાદેશ
આ વિશ્વકપમાં બન્ને ટીમો પહેલી વાર રમશે આમને સામને

ભારત બાંગ્લાદેશ
વિશ્વકપમાં બન્ને ટીમોનો એક બીજા સામે 1-1 નો રેકોર્ડ છે. સાલ 2007માં જ્યારે ભારત બાંગ્લાદેશથી હાર્યું હતું ત્યાં જ 2011 માં ભારતે બાંગ્લાદેશને હરાયું હતું.

ભારત બાંગ્લાદેશ
વિશ્વકપમાં ભારતની બે યાદગાર સેન્ચૂરી બાંગ્લાદેશ સામે જ છે. સાલ 2011માં સહવાગે 175 રનો અને વિરાટે 100 રનનો જંગી ખડકલો બાંગ્લાદેશ સામે જ કર્યો હતો.

ભારત બાંગ્લાદેશ
ભારત કેપ્ટન ધોની વર્ષ 2007માં એક પણ રન કર્યા વગર બાંગ્લાદેશ સામે આઉટ થઇ ગયા હતા. જો કે તે પછી કદી પણ તે બાંગ્લાદેશ સામે એક પણ રન કર્યા વગર આઉટ નથી થયા.

ભારત બાંગ્લાદેશ
કોઇ પણ બાંગ્લાદેશી બેસ્ટમેને વિશ્વકપમાં આજ દિન સુધી ભારત સામે શતક નથી બનાવી.

World cup 2015
ભારતના સ્ટાર બેસ્ટમેન વિરાટ કોહલીએ પોતાની પહેલી વર્લ્ડ કપ મેચ બાંગ્લાદેશની સામે જ રમી હતી. 2011માં વિરાટે 83 બોલમાં 100 રન બનાવ્યા હતા.

World cup 2015
હાલની બાંગ્લાદેશની ટીમમાં 6 ખેલાડી એવા છે જેને ભારત સામે વર્ષ 2011ના વિશ્વકપમાં રમ્યા હતા. તેમના નામ તમીમ, ઇમરુલ કાયસ, શકીબ અલ હસન, મુસ્ફિકર રહીમ, મહમ્મદ્દઉલ્લા અને રુબેલ હૌસેન છે. ખાલી વિરાટ કહોલી અને મહેન્દ્ર સિંહ ધોની જ એવા ખેલાડી છે જે 2011ની વિશ્વકપની મેચમાં પણ હતા અને આ મેચમાં પણ.

World cup 2015
ઓવરઓલ એક દિવસીય મેચની વાત કરીએ તો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 29 જેટલી વન ડે રમાઇ ચૂકી છે. જેમાંથી 24 વાર ભારતે જીત મેળવી છે.

World cup 2015
ઓસ્ટ્રેલિયામાં પહેલી વાર ભારત અને બાંગ્લાદેશની વચ્ચે મેચ રમાઇ રહી છે.

World cup 2015
માર્ચ 2012માં ભારત અને બાંગ્લાદેશની વચ્ચે ઐતિહાસિક મેચ થઇ હતી. કારણ કે આ મેચ સચિન તેડૂંલકરે તેનું સૌમું શતક પૂરું કર્યું હતું.
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
