For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇન્ડિયા-આર્યલેન્ડ વર્લ્ડ કપની મેચની 10 મજેદાર વાતો.

|
Google Oneindia Gujarati News

અણનમ જીત નોંધવનાર ભારત કાલે આયર્લેન્ડ સામે આઇસીસી વર્લ્ડ કપ 2015ના પૂલ બીની પાંચમી મેચ રમવાનું છે. જો કે ભારત તો ક્વા્ટર ફાઇનલમાં આવી ચૂક્યું છે પણ આયર્લેન્ડ માટે આ મેચ મહત્વની છે.

ભારતને અત્યાર સુધી તેની તમામ મેચો જીતી છે. નોંધનીય છે કે ભારત અત્યાર સુધી પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, યુનાઇટેડ અરબ અમીરેટ્સ અને વેસ્ટ ઇન્ડિઝ સામે પોતાની જીત નોંધાવી ચૂક્યું છે. આ લીગમાં તેને હજી બે મેચ રમવાની છે. જેમાંથી એક કાલે આયર્લેન્ડ સામે થવાની છે અને અન્ય મેચ 14 માર્ચે ઝિમ્બાબ્વે સામે ઓકલેન્ડમાં રમાવાની છે.

બીજી તરફ ચારમાંથી ત્રણ મેચ જીતીને આયર્લેન્ડે, અત્યાર સુધીમાં તેની સ્થિતિ સારી કરી દીધી છે. ત્યારે ભારત-આયર્લેન્ડ સામે થનારી મેચની કેટલીક મહત્વપૂર્ણ બાબતો આપણે જોઇએ તસ્વીરોના માધ્યમથી.

વર્લ્ડ કપ 2015

વર્લ્ડ કપ 2015

વર્લ્ડ કપના ઇતિહાસમાં બીજી વાર ભારત-આયર્લેન્ડ આમને સામને આવશે.

વર્લ્ડ કપ 2015

વર્લ્ડ કપ 2015

આ પહેલા તે બેંગ્લોરમાં 2011 ના વિશ્વ કપ વખતે સામ-સામે રમ્યા હતા. જેમાં ભારત 5 વિકેટે જીતી મેળવી હતી.

વર્લ્ડ કપ 2015

વર્લ્ડ કપ 2015

અત્યાર સુધીની વન ડેમાં ભારત-આયર્લેન્ડ વચ્ચે ખાલી બે વાર મેચ થઇ છે. અને બન્ને મેચમાં ભારતને જીત મળી છે. પહેલીવાર 2007માં બેલફાસ્ટમાં રાહુલ દ્વવિડની કપ્તાનીમાં 9 વિકેટ સાથે ભારતની શાનદાર વિજય થઇ હતી.

વર્લ્ડ કપ 2015

વર્લ્ડ કપ 2015

મહેન્દ્ર સિંગ ધોની જોડે છે આ વખતે મોકો. તે તોડી શકે છે કપિલ દેવેનો રેકોર્ડ. જો ભારત આયર્લેન્ડ સામેની આ મેચ જીતી જાય છે તો તે 12 જીતો સાથે ભારતનો સૌથી સફળ કપ્તાન બની જશે. નોંધનીય છે કે આ પહેલા કપિલ દવે 11 મેચની જીતનો આ રેકોર્ડ ધરાવે છે.

વર્લ્ડ કપ 2015

વર્લ્ડ કપ 2015

બીજો પણ રેકોર્ડ તૂટવાની શક્યતા. જો ભારત આ મેચ જીતી જાય તો વર્લ્ડ કપમાં અણનમ 9 મેચ જીતનાર ભારત પહેલો દેશ બની જશે. આ પહેલા 2003 વિશ્વ કપમાં સળંગ 8 મેચો જીતવાનો રેકોર્ડ ભારતના નામ પર છે.

વર્લ્ડ કપ 2015

વર્લ્ડ કપ 2015

આયર્લેન્ડ સામે હાઇયેસ્ટ સ્કોર કરવાનો રેકોર્ડ ગૌતમ ગંભીર પાસે છે (2007, 80 નોટઆઉટ) આ પહેલા 2011ના વિશ્વ કપમાં યુવરાજ સિંહે 50 નોટઆઉટ કરી હાઇયેસ્ટ સ્કોર કર્યો હતો.

વર્લ્ડ કપ 2015

વર્લ્ડ કપ 2015

અત્યાર સુધીમાં વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીનો તાજ યુવરાજના માથે છે. 2011માં તેને 5 વિકેટ લીધી હતી.

વર્લ્ડ કપ 2015

વર્લ્ડ કપ 2015

હાલ ધોની, રોહિત શર્મા અને વિરાટ કહોલી જ એવા ક્રિક્રેટરો છે જે આ પહેલા પણ આયર્લેન્ડ સામે રમી ચૂક્યા છે.

વર્લ્ડ કપ 2015

વર્લ્ડ કપ 2015

2011ના વર્લ્ડ કપમાં ધોની અને વિલિયમ પોર્ટરફિલ્ડ જ કપ્તાન હતા અને આ મેચમાં પણ તે જ કપ્તાની કરવાના છે.

વર્લ્ડ કપ 2015

વર્લ્ડ કપ 2015

વર્લ્ડ કપમાં પોર્ટરફિલ્ડ પાસે આયર્લન્ડ માટે એકલે હાથે સૌથી હાઇયેસ્ટ સ્કોર કરવાનો રેકોર્ડ છે. તેણે 2011માં 72 રન કર્યા હતા. જ્યારે ટ્રેન્ટ જોહ્ન્સનનો અને જ્યોર્જ ડોકરેલ પાસે ભારત વિરુદ્ઘ સૌથી વધુ વિકેટ કરવાનો રેકોર્ડ છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
10 facts about India Ireland World Cup match in Hamilton
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X