ભારત પાકિસ્તાન ની મેચ પહેલા જાણો કેટલાક મહત્વના તથ્યો
આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી20 વર્લ્ડકપની મેચ રમાઈ રહી છે. ભારત- પાકિસ્તાન મેચ પહેલા બંને ટીમો મેદાન પર પરસેવો વહાવી રહી છે. આમ પણ મેચ જયારે ભારત અને પાકિસ્તાનની હોઈ ત્યારે તે રમતા કરતા વધારે જ બની જાય છે. બંને દેશોની મેચો જોશ અને જનુનથી ભરપુર હોઈ છે.
બંને ટીમો એકબીજાને હરાવવામાં કોઈ જ કસર બાકી રાખવા નથી માંગતી. મેચ પહેલા બંને ટીમો પર જીતવા માટે ખુબ જ વધારે દબાણ રહેલું છે. ભારત માટે આજે કરો કે પછી મરો જેવી હાલત છે. જયારે પાકિસ્તાન હાલમાં જ બાંગ્લાદેશને હરાવીને આત્મવિશ્વાસથી ભરપુર દેખાઈ છે.
ભારત પાકિસ્તાનની મેચ પહેલા જાણો 10 મહત્વના તથ્યો...

ઈડન ગાર્ડનમાં પાકિસ્તાન કદી નથી હાર્યું
ઈડન ગાર્ડનમાં પાકિસ્તાન વન ડે મેચ માં કદી નથી હાર્યું. તેમને ભારતને 1987, 1989, 2013 અને 2014માં ભારતને હરાવ્યું છે.

પહેલી વખત ટી20 મુકાબલો
ઈડન ગાર્ડનમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલી વખત ટી20 મુકાબલો થશે.

કલકતામાં ટી20 નથી હાર્યું પાકિસ્તાન
પાકિસ્તાન કલકતામાં ટી20 નથી હાર્યું. પાછલી મેચ માં તેમને બાંગ્લાદેશ ને 55 રનથી હરાવ્યું હતું.

આ મેચ પહેલા ધર્મશાળામાં રમાવાની હતી
આ મેચ પહેલા ધર્મશાળામાં રમાવાની હતી. પરંતુ સુરક્ષા ના કારણોથી તેને કલકતામાં રાખવામાં આવી.

ટી20 વર્લ્ડકપમાં રેહવા માટે જીતવું જરૂરી
ભારત પહેલી મેચ ન્યુઝીલેન્ડ સામે હારી ચુક્યું છે, એટલે ટી20 વર્લ્ડકપમાં રેહવા માટે જીતવું જરૂરી છે.

7 માંથી 6 માં ભારતની જીત
ભારતને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં કુલ 7 ટી20 મેચ રમાઇ ચુકી છે. જેમાં 6 માં ભારત વિજય રહ્યું છે.

બધી મેચમાં ધોની કપ્તાન
ટી20 ની 7 મેચમાં ધોની જ કપ્તાન હતા.

પાકિસ્તાનના 3 કપ્તાન બદલાઈ ચુક્યા છે
પાકિસ્તાન અને ભારત વચ્ચે રમાઈ ચુકેલી 7 મેચ માં પાકિસ્તાનના 3 કપ્તાન બદલાઈ ચુક્યા છે.

ઇન્ડિયાના 2007 ના ઘણા હિરો ટીમમાં
2007 ની ટી20 મેચના ઘણા હિરો જેવા કે મહેન્દ્ર સિંહ ધોની, રોહિત શર્મા, હરભજન સિંહ અને યુવરાજ સિંહ ટીમમાં છે.

પાકિસ્તાન વર્લ્ડકપમાં ભારતને હરાવી નથી શક્યું
વર્લ્ડકપમાં પાકિસ્તાન અને ભારત ઘણી વાર આવી ચુક્યા છે. પરંતુ પાકિસ્તાન ભારતને હરાવી નથી શક્યું.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી








Click it and Unblock the Notifications
