આઇપીએલના ઇતિહાસમાં જ્યારે સચિન તેંડુલકર માટે પરંપરા તોડાઇ!

Posted By:
Subscribe to Oneindia News

આઇપીએલને 10 વર્ષ પૂરા થવા આવ્યા. ગત 10 વર્ષોમાં તેવા અનેક પળ આવ્યા જે આઇપીએપ માટે હતા ખુબ જ યાદગાર. આઇપીએલની શરૂઆત 2008માં થઇ હતી. જે પછી ક્રિકેટપ્રેમીઓનો તેને ખૂબ જ સાથ મળ્યો. અને તેની લોકપ્રિયતા પણ વધી. નોંધનીય છે કે 2013માં આઇપીએલની એક મેચ દરમિયાન જ સચિન તેડુંલકરે ક્રિકેટથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. અને મુંબઇ ટીમ દ્વારા એક ખાસ સન્માન આપી તેની આ વિદાયને યાદગાર બનાવવામાં આવી હતી. નોંધનીય છે કે ટીમ ઇન્ડિયામાં જ્યારે સચિન રમતા હતા ત્યારે પણ તે 10 નંબરની ટી શર્ટ પહેરતા હતા અને મુંબઇ ઇન્ડિયન ટીમ માટે પણ જે જીર્સી તેમને ભેટમાં આપવામાં આવી હતી તેનો નંબર પણ 10 જ હતો.

10 નંબરની જીર્સી

10 નંબરની જીર્સી

સચિન તેંડુલકર મુંબઇ ઇન્ડિયન ટીમના કેપ્ટન હતા અને તેમણે આઇપીએલમાં 2000 રન બનાવ્યા હતા. તે પછી 2013માં તેમણે આઇપીએલથી પણ સંન્યાસ લીધો હતો. આ વર્ષે જ સચિન તેંડુલકર તેમની 200મી ટેસ્ટ મેચ રમી રહ્યા હતા. જે પછી આંતરાષ્ટ્રિય ક્રિકેટને તેમણે વિદાય આપી હતી. વિશ્વમાં સર્વોધિક ટેસ્ટ મેચ રમવાનો રેકોર્ડ પણ સચિન તેંડુલકરના નામે છે. અને સચિન તેંડુલકરના સન્માનમાં મુંબઇ ઇન્ડિયન ટીમે નંબર 10 ના રિટાયર હોવાનું અભિયાન પણ ચલાવ્યું હતું. નોંધનીય છે કે આવું પહેલીવાર બન્યું હતું જ્યારે એક ક્રિકેટરને આટલું સન્માન આપવામાં આવ્યું હતું.

સચિન માટે તોડી પરંપરા

સચિન માટે તોડી પરંપરા

આ અભિયાન સોશ્યલ મીડિયા પર ખૂબ જ સફળ રહ્યું હતું. અને આ અભિયાન પછી બીસીસીઆઇને લોકોએ અપીલ કરી હતી કે 10 નંબરની જર્સી સચિન તેંડુલકરથી સંબંધ રાખે છે અને તેના સંન્યાસ લેવાની સાથે 10 નંબર પણ સન્યાસ લે. એટલે કે આવનારા સમયમાં આ નંબર વાળી ટી શર્ટ અન્ય કોઇ ખેલાડીને આપવામાં ના આવે. સામાન્ય રીતે ફૂટબોલના ખેલાડીઓ માટે આવું કરવામાં આવી છે પણ ક્રિકેટમાં તેવું નથી. પણ જ્યારે વાત સચિન તેંડુલકરની હોય તો પરંપરા તો તૂટવાની જ છે.

2013

2013

2013માં મુંબઇએ આ વાતની જાહેરાત કરી હતી કે નંબર 10 વાળી જર્સી સંન્યાસ લઇ રહી છે. પણ આ બાબતે હજી સુધી બીસીસીઆઇને લઇને કોઇ જાહેરાત નથી કરવામાં આવી. મુંબઇ ટીમની માલિક નીતા અંબાણીએ કહ્યું કે મને લાગે છે કે સચિન તેંડુલકરના સન્માન માટે આથી વધુ યોગ્ય પગલું કોઇ નહીં હોય. માટે જ તેણે સચિન સાથે તેની જર્સીના સંન્યાસની પણ જાહેરાત કરી હતી.

સચિન તેંડુલકર

સચિન તેંડુલકર

સચિન તેંડુલકર કુલ 6 આઇપીએલ સીઝન સુધી આ મેચનો ભાગ બન્યા. ત્યાં જ 2008 થી 2013 સુધી મુંબઇ ટીમનો પાર્ટ બન્યા. તેમણે 2010માં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને 618 રન બનાવ્યા. અને ઓરેન્જ કપ પોતાના નામે કર્યા. વળી આ વર્ષે જ તેમને બેસ્ટ કેપ્ટનનો પણ ખિતાબ મળ્યો. સન્યાસ પછી પણ સચિન મુંબઇ ટીમનો હિસ્સો છે. અને હજી પણ ટીમના ડગ આઉટમાં નજરે પડતા રહેતા હોય છે.

English summary
One of the most memorable moments in IPL history is Mumbai Indians honoring their icon Sachin Tendulkar by retiring the famous jersey No. 10.
Please Wait while comments are loading...