ટેસ્ટ ક્રિકેટમાં 759 રનનો ભારતનો સર્વાધિક સ્કોર, કરુણ નાયરની ટ્રીપલ સેંચુરી

Subscribe to Oneindia News

ભારતે ઇંગ્લેંડ સામે ચેન્નઇમાં રમાઇ રહેલ પાંચમી ટેસ્ટના ચોથા દિવસે 7 વિકેટે 759 રન પર દાવ ડિક્લેર કરી દીધો હતો. ભારત તરફથી કરુણ નાયરે 303 (નોટઆઉટ) રન ફટકાર્યા હતા. ઇંગ્લેંડ સામેની આ મેચમાં ટીમ ઇંડિયાએ પોતાના ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસનો સર્વાધિક સ્કોર બનાવી દીધો છે. ટીમ ઇંડિયાએ પોતાના જ 726 રનના સર્વાધિક સ્કોરને આજે તોડી દીધો છે. આ પહેલા ટીમ ઇંડિયાએ શ્રીલંકા સામે 2009 માં મુંબઇમાં 726 રનનો સ્કોર બનાવ્યો હતો. જેને આજે ટીમ ઇંડિયાના કરુણ નાયર અને કે એલ રાહુલની શાનદાર બેટિંગે તોડી દીધો છે.

karun nair

ટેસ્ટ ક્રિકેટમાં સર્વાધિક સ્કોરનો રેકોર્ડ શ્રીલંકાના નામે છે. શ્રીલંકાએ ભારત સામે 1997 માં 952 રનોનો પહાડ ઉભો કરી દીધો હતો. શ્રીલંકાએ આ સ્કોર માત્ર 6 વિકેટમાં બનાવ્યો હતો અને પોતાનો દાવ ડિક્લેર કરી દીધો હતો.

ભારત તરફથી કરુણ નાયર (303) અને ઉમેશ યાદવ (1) નોટ આઉટ રહ્યા. કેરિયરની ત્રીજી ટેસ્ટ મેચમાં જ કરુણે શાનદાર રમતનું પ્રદર્શન કર્યુ. વિરેન્દ્ર સહેવાગ બાદ ટ્રીપલ સેંચુરી કરનાર તે બીજો ભારતીય બન્યો હતો નાયરે 32 ચોગ્ગા અને 4 છગ્ગ માર્યા હતા.

English summary
4rth Day ’s play in the fifth Test at Chennai, between India and England.
Please Wait while comments are loading...