રોડ અકસ્માત બાદ અફઘાનિસ્તાની બેટ્સમેન નજીબ તારાકઈનું નિધન

રોડ અકસ્માત બાદ અફઘાનિસ્તાની બેટ્સમેન નજીબ તારાકઈનું નિધન

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાની ક્રિકેટ ફેન્સ માટે ખરાબ સમાચાર છે. અફઘાનિસ્તાનના વિસ્ફોટક બેટ્સમેન નજીબ તારકઈના બેટથી હવે તમે એકેય બાઉન્ડ્રી લાગતી નહિ જોઈ શકો. રોડ અકસ્માતને કારણે ગંભીર રીતે ઘાયલ થતાં નજીબ તારકઈના ફેન્સે તેમના સ્વાસ્થ્ય માટે પ્રભુને પ્રાર્થનાઓ કરી હતી, જો કે નજીબ તારકઈ આ અકસ્માતથી બચી નથી શક્યા અને હોસ્પિટલમાં ઈલાજ દરમ્યાન તેમણે અંતિમ શ્વાસ લીધા.

najib tarkai

રોડ અકસ્માતમાં ઘાયલ થયા બાદ અફઘાનિસ્તાનના ટૉપ અર્ડરના જમોડી બેટ્સમેન નજીબ તારકઈનું 29 વર્ષની ઉંમરે નિધન થયું છે. શનિવારે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ટ્વીટ કર્યું હતું કે 2 ઓક્ટોબર નજીબ તારકઈ રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. અને બાદમાં તેની એક સર્જરી થઈ હતી. તે સમયે નંગરહારમાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો અને એસીબીએ કહ્યું હતું કે સ્વાસ્થ્ય અધિકારીઓ દ્વારા જેવી જ મંજૂરી આપવામાં આવશે કે તેમને કાબુલ અથવા અફઘાનિસ્તાનથી બહાર શિફ્ટ કરી દેવામાં આવશે.

જણાવી દઈએ કે નજીબ તારકઈ છેલ્લે પાછલા મહિને શોએન્જા પ્રીમિયર લીગમાં રમતા જોવા મળ્ય હતા. તેમણે અફઘાનિસ્તાન માટે 12 ટી20 ઈન્ટરનેશનલ અને વનડે મેચ રમ્યા. તેમણે 2014માં બાંગ્લાદેશ સામે રમાયેલ વર્લ્ડ કપની મેચમાં પોતાનું આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું, જે બાદ યૂએઈ, આયરલેન્ડ, જિમ્બાબ્વે, બાંગ્લાદેશ અને હોંગકોંગ વિરુદ્ધ રમ્યા.

2017માં આયરલેન્ડ સામેની ટી20 શ્રૃંખલામાં તેમણે હાઈએસ્ટ 90નો સ્કોર ખડકી દીધો હતો. નજીબ તારકઈએ 24 ફર્સ્ટ ક્લાસ રમી જેમાં 47.20ની એવરેજથી 2030 રન બનાવ્યા. તેમણે છ પ્રથમ શ્રેણી સદી અને દસ ફીફ્ટી લગાવી, જેમાં 200નો હાઈએસ્ટ સ્કોર સામેલ હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X