સિક્સર કિંગ યુવરાજ ક્રિકેટમાં ફરી વાપસી કરી શકે, BCCI સમક્ષ આ માંગ રાખી
સિક્સર કિંગ યુવરાજ ક્રિકેટમાં ફરી વાપસી કરી શકે, BCCI સમક્ષ આ માંગ રાખી
નવી દિલ્હીઃ સિક્સર કિંગ યુવરાજ સિંહે હાલમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી પોતાના ફેન્સને નિરાશ કરી દીધા હતા. પરંતુ હવે તેમના ચાહકો માટે એક ગુડ ન્યૂજ છે, કેમ કે વર્લ્ડ કપ 2011ના હીરો રહેલ યુવરાજ ફરીથી ક્રિકેટના મેદાન પર વાપસી કરી શકે છે. આના માટે તેમણે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ સમક્ષ એક વિશેષ માંગ રાખી છે.

ટી20 લીગમાં રમવાની મંજૂરી માંગી
યુવરાજે ફરીથી બીસીસીઆઈને દુનિયાભરની ટી20 લીગ્સમાં રમવા માટે મંજૂરી માંગી છે. તેમણે આના માટે બીસીસીઆઈને પત્ર લખી એનઓસી માંગી છે. જ્યારે સૂત્રો મુજબ યુવરાજ સિંહને આની મંજૂરી મળી શકે છે. બીસીસીઆઈના સૂત્રોએ પીટીઆઈને જણાવ્યું કે યુવરાજે બોર્ડને પત્ર લખી આના માટે મંજૂરી માંગી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને આઈપીએલથી સંન્યાસ લીધા બાદ મને નથી લાગતું કે તેમને મંજૂરી આપવા મામલે કોઈ પરેશાની હોય.

વિદેશી લીગ રમવા માટે સંન્યાસ લેવો જરૂરી હતો
યુવરાજે 10 જૂને સંન્યાસ લઈ લીધો હતો, પરંતુ અગાઉ પણ તેમણે બીસીસીઆઈ સમક્ષ વિદેશી લીગોમાં રમવાની મંજૂરી માંગી હતી પરંતુ ત્યારે યુવરાજ સિંહની અપીલને ઠુકરાવી દેવામાં આવી હતી. બીસીસીઆઈના નિયમો મુજબ જો કોઈ ભારતીય ક્રિકેટર વિદેશી ટી20માં રમવા માંગે છે તો પહેલા તેણે આઈપીએલ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો હોય છે. બાદમાં તે ઈચ્છે તો વિદેશી લીગનો ભાગ બની શકે છે. એટલે કે યુવરાજ સિંહ હવે વિદેશી લીગમાં ધમાલ મચાવી શકે છે.

રમતનો આનંદ ઉઠાવવા માંગે છે યૂવી
અગાઉ સંન્યાસ લીધા બાદ વીરેન્દ્ર સહેવાગ અને ઝાહીર ખાન જેવા ક્રિકેટર યૂએઈમાં રમાયેલ ટી10 લીગમાં રમી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે યુવરાજ સિંહે કેટલાક દિવસ પહેલા જ સંન્યાસ લીધો હતો. તેમણે કહ્યુ્ં હતું તેઓ ટી20 ક્રિકેટ રમવા માંગે છે. ઉંમરના આ પડાવ પર હું માત્ર આનંદ ઉઠાવવા માટે ક્રિકેટ રમી શકું છું. હું મારા જીવનનો આનંદ ઉઠાવવા માંગું છું. યુવરાજ સિંહ લાંબા સમયથી ભારતીય ક્રિકેટ ટીમથી બહાર હતા અને તેમને વર્લ્ડ કપની ટીમમાં પણ જગ્યા ન મળી. આઈપીએલની આ વર્ષની સીઝનમાં પણ તેમને માત્ર 4 મેચ જ રમવા મળી હતી. જે બાદ લોકોને લાગ્યું હતું કે તેઓ સંન્યાસની ઘોષણા કરી દેશે.












Click it and Unblock the Notifications
