સંજય સિંહ બાદ મનીષ સિસોદિયા પણ આવી શકે છે જેલમાંથી બહાર, જાણો કોર્ટમાં શું થયુ?

દિલ્હી લીકર પોલીસી કેસમાં આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે જામીન મળી ગયા છે. અહેવાલો અનુસાર, આ કેસમાં આરોપી મનીષ સિસોદિયા બહુ જલ્દી જેલમાંથી બહાર આવી શકે છે.

સુપ્રીમ કોર્ટે છ મહિના પછી સંજય સિંહને જામીન આપ્યા છે. આ કેસમાં AAPના અન્ય એક નેતા અને દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પણ લગભગ એક વર્ષથી જેલમાં છે.

Manish Sisodia

હવે આશા છે કે જે રીતે સંજય સિંહ જેલમાંથી બહાર આવ્યા છે તેવી જ રીતે સિસોદિયાને પણ જામીન મળી શકે છે.

મનીષ સિસોદિયાની જામીન અરજી પર મંગળવારે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન સિસોદિયા વતી કોર્ટમાં હાજર રહેલા વરિષ્ઠ વકીલ મોહિત માથુરે કહ્યું કે તેમના અસીલ જામીન માટે લાયક છે, કારણ કે તેમના કારણે સરકારી તિજોરીને કોઈ નુકસાન નથી થયું.

વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાની બેંચ સમક્ષ સિસોદિયાના વકીલે કહ્યું કે તેમના કારણે કોઈ વ્યક્તિને કોઈ નુકસાન થયું નથી.

સિસોદિયાના વકીલે સુનાવણી દરમિયાન દાવો કર્યો કે અત્યાર સુધી ED એ સાબિત કરી શક્યું નથી કે પૂર્વ ડેપ્યુટી સીએમ સુધી કોઈ પૈસા પહોંચ્યા છે. તપાસ પૂર્ણ થયાને 11 મહિના વીતી ગયા છે.

વકીલે કહ્યું કે, તે છેલ્લા 13 મહિનાથી જેલમાં છે. તેણે આ સમયગાળા દરમિયાન કોર્ટ દ્વારા આપવામાં આવેલી કોઈપણ સ્વતંત્રતાનો દુરુપયોગ કર્યો નથી. સુનાવણી દરમિયાન સિસોદિયાએ કહ્યું કે મને હવે જેલમાં રાખીને કોઈ હેતુ પૂરો નથી થઈ રહ્યો.

તેમણે કહ્યું કે, તેમની સામે EDના મની લોન્ડરિંગ કેસની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. મારા તરફથી તપાસમાં અવરોધ ઊભો કરવાની કે કેસ સંબંધિત પુરાવાનો નાશ કરવાની કોઈ શક્યતા નથી. તેમણે એમ પણ કહ્યું કે જો કોર્ટ તેને જામીન આપવાનો નિર્ણય કરે છે તો તે કોર્ટ દ્વારા નિર્ધારિત કોઈપણ શરતોનું પાલન કરવા તૈયાર છે. સિસોદિયાની જામીન અરજી પર હવે 6 એપ્રિલે સુનાવણી થવાની છે. હાલ તે તિહાર જેલમાં બંધ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X