આકાશ ચોપડાએ વરૂણ ચક્રવર્તીને લઇ કહી મોટી વાત, KKR માટે સૌથી મુલ્યવાન ખેલાડી ગણાવ્યો
IPL 2023માં વરુણ ચક્રવર્તીની શાનદાર દોડ ચાલુ છે. તેના અત્યાર સુધીના પ્રદર્શન પર નજર કરીએ તો વરુણે કુલ 11 મેચ રમી છે, જેમાં તેણે 7.84ની ઈકોનોમી સાથે 17 વિકેટ ઝડપી છે. આવી સ્થિતિમાં ભારતના પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાને પણ લાગે છે કે વરુણ ચક્રવર્તી સીઝનમાં KKRનો સૌથી મૂલ્યવાન ખેલાડી રહ્યો છે.
ચક્રવર્તીએ પંજાબ કિંગ્સના બેટ્સમેનોની આસપાસ જાળ બિછાવી અને સમગ્ર પંજાબ લાઇન-અપમાં નિર્ણાયક વિકેટો લીધી. વરુણે લિયમ લિવિંગસ્ટન, જીતેશ શર્મા અને ઋષિ ધવનની વિકેટ ઝડપી હતી. આવી સ્થિતિમાં આકાશ ચોપરાએ રમત બાદ પોતાની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરેલા એક વીડિયોમાં જણાવ્યું કે ચક્રવર્તી આ સિઝનમાં કોઈ ફ્રી બોલિંગ નથી કરી રહ્યો.

તેણે કહ્યું, 'મારા મતે કેકેઆરનો સૌથી મૂલ્યવાન ખેલાડી વરુણ ચક્રવર્તી છે. તે અવિશ્વસનીય છે અને આ વર્ષે તે એક અલગ સ્તર પર છે, તે કોઈ ખરાબ બોલ ફેંકી રહ્યો નથી, અને તેમાં કોઈ શંકા નથી. તેમણે ઉમેર્યું હતું કે KKR એ તેમના પહેલાથી જ પ્રભાવશાળી શસ્ત્રાગારમાં એક નવું શસ્ત્ર ઉમેર્યું છે.
પંજાબ સામે વરુણના પ્રદર્શન વિશે વાત કરતાં આકાશ ચોપરાએ કહ્યું કે તેણે અહીં લીધેલી ત્રણ વિકેટમાં જે રીતે તેણે લિયમ લિવિંગસ્ટનને આઉટ કર્યો તે અવિશ્વસનીય છે. તેણે એક નવા પ્રકારનો બોલ ફેંકવાનું શીખ્યા છે, જે લગભગ લેગ-સ્પિનરની જેમ જાય છે. તે પહેલા કેરમ બોલ અને ગુગલી નાખતો હતો પરંતુ હવે તેની બોલિંગમાં કંઈક નવું છે.
વરુણ ચક્રવર્તીના અત્યાર સુધીના પ્રદર્શનની વાત કરીએ તો તેણે આ સિઝનમાં KKR માટે શાનદાર બોલિંગ કરી છે. તેણે અત્યાર સુધી 11 મેચમાં 17 વિકેટ ઝડપી છે. પોતાની મજબૂત બોલિંગના કારણે વરુણ KKRનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. વિકેટ લેવાની અને વિરોધી ટીમોના રન રોકવાની તેની ક્ષમતા તેને KKR માટે મહત્વપૂર્ણ ખેલાડી બનાવે છે.












Click it and Unblock the Notifications
