
વંશવાદના આરોપો વચ્ચે ફરહાન અખ્તરે અર્જુન તેંડુલકરનો બચાવ કર્યો
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના દીકરા અર્જુન તેંડુલકરને પહેલીવાર આઈપીએલમાં રમવાનો મોકો મળવા જઈ રહ્યો છે. 18 ફેબ્રુઆરીએ થયેલી હરાજી દરમ્યાન અર્જુન તેંડુલકરને મુંબઈ ઈન્ડિયન્સ ટીમે તેની બેસ પ્રાઈસ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. પરંતુ અર્જુન તેંડુલકરને જેવી રીતે મુંબઈ ઈન્ડિયન્સની ટીમે હરાજીમાં ખરીદ્યો તે બાદથી સતત અર્જુનને લઈ વંશવાતની એક ડિબેટ ચાલુ થી ગઈ છે. આ ડિબેટની વચ્ચે ફિલ્મ એક્ટર ફરહાન અખ્તરે અર્જુન તેંડુલકરનું સમર્થન કરતાં એક ટ્વીટ કર્યું જે ખુબ વાયરલ થઈ રહ્યું છે.

તેના ઉત્સાહની હત્યા ના કરો
ફરહાન અક્તરે ટ્વીટ કરી લખ્યું, મને લાગે છે કે અર્જુન તેંડુલકર વિશે મારે આ કહેવું જોઈએ. અમે હંમેશા એક જ જીમમાં જઈએ છીએ અને મેં જોયું છે કે તે પોતાની ફિટનેસ પર તે કેલી મહેનત કરે છે અને સારો ક્રિકેટર બનવા માટે તે કેટલો કેન્દ્રિત છે તે જોવા મળે છે. તેના પર વંશવાદનો શબ્દ નાખવો યોગ્ય નથી અને આ બહુ નિર્દયતાપૂર્ણ છે. તેના ઉત્સાહની હત્યા ના કરો અને શરૂઆત પહેલાં જ તેના પર આટલો બોજો ના નાખો.

ઝાહિર ખાને કહ્યું- સાબિત કરવું પડશે
આ પહેલાં અર્જુન તેંડુલકરને ખરીદ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સ ટીમના ડાયરેક્ટર ઑફ ક્રિકેટ ઓપરેશંસન ઝાહિર ખાને કહ્યું હતું કે ઓલરાઉન્ડર અર્જુન તેંડુલકરે આગામી આઈપીએલ સીઝનમાં સાબિત કરવું પડશે. જણાવી દઈએ કે 18 ફેબ્રુઆરીએ થયેલી હરાજીમાં મુંબઈની ટીમે અર્જુન તેંડુલકર, નાથન કૂલ્ટરનાઈલ, જિમી નીશામ, યુધવીર ચરક, માર્કો જેનસન, અને પીયૂષ ચાવલાને ખરીદ્યા હતા.

અર્જૂન સાથેનો અનુભવ શેર કર્યો
ઝાહિર ખાને અર્જુનને લઈ કહ્યું હતું કે મેં અર્જુન સાથે નેટ્સ પર ઘણો સમય વિતાવ્યો છે, તેને ઘણી ટ્રિક્સ સીખવવાનો પ્રયત્ન કર્યો છે, તે મહેનતુ છોકરો છે અને સીખવા માટે હંમેશા તત્પર રહે છે, તેનામાં આ સૌથી સારી વાત છે. સચિન તેંડુલકરનો દીકરો હોવાના નાતે તેના પર થોડું વધુ દબાણ હોવું જરૂર છે, પરંતુ તેણે આ સમજવું પડશે અને આમાં ટીમ પણ તેની મદદ કરશે. જે તેમને સારો ક્રિકેટર બનવામાં મદદ કરશે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો