Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL 2020: આ ત્રણ ખેલાડી યૂએઈમાં સૌથી વધુ છગ્ગા ફટકારી શકે

IPL 2020: આ ત્રણ ખેલાડી યૂએઈમાં સૌથી વધુ છગ્ગા ફટકારી શકે

ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સૌથી વધુ છગ્ગા લગાવવાનો રેકોર્ડ કિંગ્સ ઈલેવન પંજાબના બેટ્સમેન ક્રિસ ગિલ પાસે છે. તેઓ પોતાના સર્વાધિક 326 સિક્સર સાથે આ યાદીમાં સૌથી ઉપર છે. જ્યારે તેમના બાદ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરના એબી ડિવિલિયર્સ છે. તેઓ 212 છગ્ગા સાથે યાદીમાં બીજા સ્થાને છે. આ બે વિદેશી ખેલાડીઓ બાદભારતીય ખેલાડીનું નામ આવે છે. ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન એમ એસ ધોની 209 છગ્ગા સાથે ત્રીજા સ્થાન પર છે અને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્મા 199 છગ્ગા સાથે ચોથા સ્થાન પર છે, જ્યારે મિસ્ટર આઈપીએલ સુરેશ રૈના 194 છગ્ગા સાથે પાંચમા સ્થાને છે.

જો કે યૂએઈમાં આગામી 19 સપ્ટેમ્બરે શરૂ થઈ રહેલી આઈપીએલમાં આ ખેલાડીઓ સૌથી વધુ છગ્ગા લગાવી શકે છે. અહીં જુઓ સમગ્ર યાદી.

ઋષભ પંત

ઋષભ પંત

દિલ્હી કેપિટલ્સના મજબૂત વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને મોટા શોટ મારવાની ક્ષમતા માટે ઓળખવામાં આવે છે. તેઓ કેટલીયવાર ઉર્જાવાન બોલર્સની બોલિંગ પર છગ્ગા ફટકારતા જોવા મળી ચૂક્યા છે. IPL 2019 માં તેણે 16 મેચમાં 27 છગ્ગા ફટકાર્યા હતા. આખી સિઝનમાં તેઓ સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડીઓની યાદીમાં ચોથા સ્થઆને હતા. જો પંતનું વિસ્ફોટક ફોર્મ યૂએઈના ગ્રાઉન્ડ પર યથાવત રહ્યું તો તે સુનિશ્ચિત રૂપે આ વર્ષે પણ એક પૂર્ણ સત્રમાં સૌથી વધુ છગ્ગા લગાવનાર ટૉપ-5 બેટ્સમેનમાં સામેલ થઈ શકે છે.

ગ્લેન મેક્સવેલ

ગ્લેન મેક્સવેલ

ઑસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ખેલાડી ગ્લેન મેક્સવેલને આઈપીએલ સીઝનમાં તરત જોશીલી બેટિંગ કરતા જોવા મળ્યો. અગાઉ પણ મેક્સવેલે યૂએઈમાં વિસ્ફોટક બેટિંગ કરેલી છે, તેમણે કુલ 5 મેચમાં 300 રન બનાવ્યા હતા, ત્રણ વખત 90 રન બનાવ્યા. આઈપીએલની 13મી સીઝનમાં તેઓ સૌથી વધુ રન અને છગ્ગા લગાવી શકે છે.

આંદ્રે રસેલ

આંદ્રે રસેલ

કોલકાતા નાઈટ રાઈડર્સના વિસ્ફોટક બેટ્સમેન આંદ્રે રસેલ હાલ ફોર્મમાં છે. પાછલા વર્ષે પણ તેમણે કેટલીય મેચોમાં ટીમને એક તરફી જીત અપાવી હતી. આઈપીએલની 12મી સિઝનમાં તેમણે માત્ર 14 મેચમાં 52 છગ્ગા ફટકાર્યા હતા. આની સાથે જ તેમણે આખી સીઝનમાં સૌથી વધુ છગ્ગા લગાવનાર ખેલાડીઓની યાદીમાં ટૉપનું સ્થાન મેળવ્યું હતું. તેઓ પોતાના વિસ્ફોટક બેટિંગ અને આ વર્ષે સૌથી વધુ છગ્ગા લગાવતા બેટ્સમેનની યાદીમાં યૂએઈની ધીમી પિચ પર પણ જોવા મળશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X