WPL 2023 માટે ટાઇટલ સ્પોન્સરની જાહેરાત, દિગ્ગજ કોર્પોરેટ ગ્રુપના નામની જાહેરાત
મહિલા પ્રીમિયમ લીગ આગામી મહિનાથી શરુ થઇ રહ્યુ છે. તેની તૈયારી ને અંતિમ રુપ આપવામાં આવ્યુ છે. અને હવે ટાઇટલ સ્પોન્સરની જાહેરાત થઇ છે.
WPL 2023: બીસીસીઆઇએ મહિલા પ્રીમિયર લીગ ની ધમાકેદાર બનાવવા માટે પૂરી તૈયારી કરી લીધી છે . હરાજીમાં દિગ્ગજ ખેલાડીઓને ખરદવામાં આવ્યા બાદ હવે ટાઇટલ સ્પોન્સર અને અન્ય વસ્તુઓને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યુ છે. મહિલા પ્રિમિયમ લીગનું ટાટલ સ્પોન્સર બીસીસીઆઇએ જાહેરાત કરી છે. બોર્ડે સોક્રેટરી જય શાહે ટ્વીટ કરીને તેની જાહેરાત કરી છે. મિલા પ્રીમિયામ લીગની શરુઆત 4 માર્ચથી થવાની છે. ફાઇનાલ મુકાબલા 26 માર્ચે થશે.

પહેલી સીઝનમાં ટાટાને ટાઇટલ સ્પોન્સર બનાવામાં આવ્યા છે. બીસીસીાઇ સેક્રેટરી જય શાહએ કહ્યુ કે, મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે, મહિલા પ્રીમિયમ લીગના પહેલા સીઝન માટે ટાટા ગ્રુપ ટાઇટલ સ્પોન્સર કરશે. શાહે વધુમાં આગળ જણાાવ્યુ હતુ કે, અમને ભરોસો છે કે, તેમના સમર્થનથી અમે મહિલા ક્રિકેટર આગામી સ્તર પર લઇ જઇશુ. ઉલ્લેખનીય છએકે, આઇપીએલમાં ટાટા ગ્રુપ પહેલા જ ટાઇટલ સ્પોન્સર કરવાની ભૂમિકામાં છે.
મહિલા પ્રીમિયર લીગમાં પાંચ ટીમો વચ્ચે મુકાબલો થવાનો છે. હાલમાં હરાજી પ્રક્રીયા પુરી થઇ ચૂકી છે. તેમા કુલ 87 મહિલા ક્રિકેટર માટે બોલી લગવામાં આવી હતી . સૌથી મોટી બોલી ભારતીય ખેલાડી સ્મુતિ મંધાના માટે લાગી હતી. તેને આરસીબીએ 3 કરો઼ડ 40 લાખમાં રૂપિયામાં ખીરીદી હતી. મંઘાનાને ટીમની કમાન પણ સોપવામાં આવી છે.
I am delighted to announce the #TataGroup as the title sponsor of the inaugural #WPL. With their support, we're confident that we can take women's cricket to the next level. @BCCI @BCCIWomen @wplt20 pic.twitter.com/L05vXeDx1j
— Jay Shah (@JayShah) February 21, 2023
મુંબઇ બ્રેબોર્ન સ્ટેડિયમ અે ડીવાઇ પાટીલ સ્ટેડીયમમાં મહિલા પ્રીમિયર લીગનું આોયોજન થશે. કુલ 22 મુકાબલા ટુર્નામેન્ટમાં રમાશે. ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને મુંબઇ ઇંડિયન્સ ટીમમાં શામીલ કરવામાં આવી છે. તેમને અંહી કેપ્ટન બનાવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
