For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એશિયા કપઃ શર્માની ગેરહાજરીમાં ધોનીએ સંભાળી ટીમની કમાન

એશિયા કપઃ શર્માની ગેરહાજરીમાં ધોનીએ સંભાળી ટીમની કમાન

|
Google Oneindia Gujarati News

એશિયા કપની 10મી મેચમાં આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મેદાન-એ-જંગ ચાલી રહ્યો છે. ભારતીય ટીમે એશિયા કપની ફાઈનલમાં પોતાની જગ્યા બનાવી જ લીધી છે જ્યારે અફઘાનિસ્તાનની છેલ્લી મેચ છે. જો કે આજે અફઘાનની સાથે ભારતીય ટીમમાં પણ કેટલાય ફેરફાર જોવા મળ્યા છે. ભારતીય ટીમના સુકાની રોહિત શર્મા પણ આજે નથી રમી રહ્યા ત્યારે ટીમની કમાન મહેન્દ્ર સિંહ ધોનીના હાથમાં સોંપવામાં આવી છે. ભારતીય ટીમના ગબ્બર શિખર ધવન અને હિટમેન રોહિત શર્મા બંને શાનદાર ફોર્મમાં હોય તેમને ફાઈનલ માટે રેસ્ટ આપવામાં આવ્યો છે.

અફઘાનિસ્તાને ટૉસ જીતી પહેલા બેટિંગને પસંદગી આપી

અફઘાનિસ્તાને ટૉસ જીતી પહેલા બેટિંગને પસંદગી આપી

ભારતીય ટીમના પ્લેઈંગ ઈલેવનમાં આજે ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. રોહિત શર્મા, ભુવનેશ્વર કુમાર, શિખર ધવન, યુઝવેન્દ્ર ચહલ અને ભુવનેશ્વર કુમારને આજે આરામ આપવામાં આવ્યો છે અને તેમની જગ્યાએલ દિપક ચહર, ખલિલ અહેમદ, સિદ્ધાર્થ કૌલ, મનિષ પાંડે અને લોકેશ રાહુલને પ્લાઈંગ ઈલેવનમાં જગ્યા આપવામાં આવી છે.

4માંથી અફઘાનિસ્તાન 2 મેચ હાર્યું

4માંથી અફઘાનિસ્તાન 2 મેચ હાર્યું

જ્યારે અફઘાનિસ્તાની ટીમે સમિઉલ્લાહ શેનવારી અને ઈન્સાનુલ્લાહ જનતને આરામ આપ્યો છે અને તેમની જગ્યાએ ટીમમાં જાવેદ અહેમદી અને નઝીબુલ્લાહ ઝડરનને જગ્યા આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે એશિયા કપ 2018માં અફઘાનિસ્તાન કુલ 4 મેચ રમી ચૂક્યું છે જેમાંથી 2 મેચમાં શ્રીલંકા સામે અને બાંગ્લાદેશ સામે વિજય થયો હતો જ્યારે પાકિસ્તાન અને એકવાર બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ભારતીય ટીમ 4 મેચ રમ્યું છે અને ચારેય મેચમાં જીત હાંસલ કરી હતી. આની પહેલા પાકિસ્તાન સામે રમાયેલ મેચમાં ધવન અને રોહિત શર્મા બંનેએ સદી ફટકારી હતી.

ધોનીએ સંભાળી કમાન

ધોનીએ સંભાળી કમાન

જણાવી દઈએ કે 28મી સપ્ટેમ્બર શુક્રવારે એશિયા કપની ફાઈનલ મેચ રમાનાર છે. બુધવારે બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાનાર છે જેમાંથી જે કોઈપણ ટીમ જીતશે તે ભારત સામે ફાઈનલમાં ટકરાશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં ભારતીય ટીમ 6 વખત એશિયા કપ જીતી ચૂકી છે અને પાકિસ્તાન બે વખત એશિયા કપનો ટાઈટલ પોતાના નામે કરી શકી હતી. દર્શકોને અપેક્ષા છે કે ફાઈનલમાં ભારત સામે પાકિસ્તાન ટકરાશે જેથી કરીને મેચનો રોમાંચ બમણો થઈ શકે. એશિયા કપમાં અત્યાર સુધીમાં ભારતીય ટીમમાંથી રોહિત શર્મા, શિખર ધવન, અંબાતી રાયડુ, કેદાર જાધવ, યૂઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, ખલીલ અહેમદ અને ભુવનેશ્વર કુમાર શ્રેષ્ઠ પ્રદર્શન કરી ચૂક્યા છે. લોકેશ રાહુલ, સિદ્ધાર્થ કૌલ અને મનિષ પાંડેને આજે પહેલી વખત એશિયા કપ 2018માં રમવાનો મોકો મળી રહ્યો છે.

INDvsPAK: 1.5 લાખ રૂપિયામાં વેચાઈ રહી છે સ્ટેડિયમની ટિકિટ INDvsPAK: 1.5 લાખ રૂપિયામાં વેચાઈ રહી છે સ્ટેડિયમની ટિકિટ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
asia cup 2018: in absent of sharma, ms dhoni leading team agains afghanistan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X