ASIA CUP 2023 : ફાઇનલ પહેલા શ્રીલંકાને મોટો ઝડકો, આ સ્ટાર ખેલાડી ફાઈનલમાંથી બહાર

રવિવારે ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપના ફાઈનલ મુકાબલા પહેલા શ્રીલંકન ટીમને મોટો ઝડકો લાગ્યો છે. ફાઈનલ પહેલા શ્રીલંકન ટીમનો સ્ટાર ખેલાડી ઈજાના કારણે બહાર થઈ ગયો છે.

એશિયા કપ ફાઇનલ ભારત અને શ્રીલંકા વચ્ચે 17 સપ્ટેમ્બરે આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. આ હાઈ-વોલ્ટેજ મેચ પહેલા શ્રીલંકન ટીમને મોટો ફટકો પડ્યો છે. અહેવાલો અનુસાર, સ્પિનર ​​મહેશ તીક્ષ્ણા ઈજાને કારણે એશિયા કપની ફાઈનલમાંથી બહાર થઈ ગયો છે.

Maheesh Theekshana

પાકિસ્તાન સામેની સુપર ફોર મેચ દરમિયાન તીક્ષ્ણાના જમણા હાથની હૅમસ્ટ્રિંગમાં ખેંચ આવી હતી. બોલને બાઉન્ડ્રી સુધી પહોંચતા રોકવાના પ્રયાસમાં તેને આ ઈજા થઈ હતી. શ્રીલંકન ક્રિકેટે બોર્ડે તેના એક નિવેદન કહ્યું કે, પાકિસ્તાન સામેની મેચ દરમિયાન જમણા હાથની હૅમસ્ટ્રિંગમાં ખેંચ આવવાને કારણે મહેશ તીક્ષ્ણા ફાઈનલ નહીં રમે.

તીક્ષ્ણા પાકિસ્તાન સામે બોલિંગ કરતી વખતે લડખડાતો જોવા મળ્યો હતો. જો તે તેમ છતાં તેણે 9 ઓવર ફેંકી હતી. તેની ઈજાની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે શ્રીલંકાના કેટલાક ડગઆઉટ સભ્યોએ તેને મેદાન બહાર જવામાં મદદ કરી હતી.

આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઈજા પછી સ્કેન કરવામાં આવ્યું, જેમાં સ્નાયુમાં ઈજાની પુષ્ટિ થઈ છે. શ્રીલંક સિલેક્ટરોએ તીક્ષ્ણાના સ્થાને ઓફ સ્પિનર ​​સહન અરાચિગેને ફાઈનલ માટે ટીમમાં સામેલ કર્યો છે. 28 વર્ષીય સહન અરાચિગે શ્રીલંકા માટે બે વનડે મેચ રમી ચૂક્યો છે.

જણાવી દઈએ કે, મહેશ તીક્ષ્ણાએ ચાલુ ટુર્નામેન્ટના પાંચ મેચમાં 29.1ની એવરેજથી આઠ વિકેટ લીધી છે. નવા બોલ સાથે તે ટીમ માટે ઘણો ઉપયોગી સાબિત થયો છે. ફાઈનલ પહેલા તીક્ષ્ણાની શ્રીલંકન ટીમ માટે ચિંતાનો વિષય બની છે. માત્ર એશિયા કપ જ નહીં વર્લ્ડ કપ માટે પણ આ શ્રીલંકાને મોટો ઝડકો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X