Asia Cup 2023: બાબર આઝમથી ભારતને કેટલો ખતરો? કેવો છે રેકોર્ડ?
ભારત એશિયા કપની પોતાની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમવાનું છે. એશિયા કપની આ મેચ બંને ટીમો માટે ખૂબ જ ખાસ રહેવાની છે. ભારત અને પાકિસ્તાન બંને આ મેચ જીતવાનો પ્રયાસ કરશે ભારત અને પાકિસ્તાનની ટીમ વર્ષ 2019માં એશિયા કપ ODIમાં આમને-સામને આવી હતી.
પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ એશિયા કપમાં પોતાની ટીમ માટે સારું પ્રદર્શન કરવા ઈચ્છશે. બાબર આઝમની સૌથી મોટી પરીક્ષા ભારતીય ટીમ સામે જ થવાની છે.

બાબરની સામે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ જેવા ઝડપી બોલરો સામે રન બનાવવાનો પડકાર હશે. સાથે જ કુલદીપ યાદવ પણ પોતાની સ્પિનથી બાબર આઝમને મુશ્કેલીમાં મુકવાનું કામ કરી શકે છે.
એશિયા કપમાં ભારતીય ટીમ સામે બાબર આઝમનો રેકોર્ડ કંઈ ખાસ રહ્યો નથી. બાબર આઝમે એશિયા કપમાં ભારત સામે અત્યારસુધીમાં બે વનડે અને બે ટી-20 મેચ રમી છે. ભારત વિરૂદ્ધ વનડે દરમિયાન બાબર આઝમના બેટમાંથી માત્ર 56 રન જ નીકળ્યા છે.
આ બે મેચમાં તેનો સર્વોચ્ચ સ્કોર 47 રન છે. આવી સ્થિતિમાં બાબર આઝમ આ વર્ષે આ રેકોર્ડ સુધારવાનો પ્રયાસ કરશે.
વનડે બાદ બાબર આઝમનું ટી20 એશિયા કપમાં પણ પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. બાબર આઝમે એશિયા કપમાં રમાયેલી બે T20 મેચમાં માત્ર 26 રન બનાવ્યા છે. એશિયા કપમાં પાકિસ્તાન સામે ભારત નિશ્ચિતપણે ઉપર રહેશે.
ભારતીય બોલરો ફરી એકવાર બાબર આઝમને મોટો સ્કોર કરતા રોકવાનો પ્રયાસ કરશે. બીજી તરફ પાકિસ્તાનના સુકાની બાબર આઝમ પોતાના પ્રદર્શનમાં સુધારો કરવા ઈચ્છશે.












Click it and Unblock the Notifications
