Asia Cup 2023, IND vs PAK : જો ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ રદ્દ થશે, તો ફાઇનલ કોણ રમશે?

Asia Cup 2023, IND vs PAK : એશિયા કપના સુપર 4માં ભારત અને પાકિસ્તાનની મેચ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રવિવારના રોજ શરૂ થયો છે. પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ વરસાદના કારણે મેચ રોકવી પડી હતી. જેમાં ભારતે 24.1 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા છે. હવે આ મેચ આજે ફરી શરૂ થશે.

એશિયા કપની વર્તમાન આવૃત્તિમાં માત્ર બે મેચ માટે અનામત દિવસ છે, જેમાંથી એક આ મેચ છે. આ ભારત-પાકિસ્તાન મેચ સિવાય ફાઈનલ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે, આવી સ્થિતિમાં સોમવારના રોજ બંને ટીમો તે જ જગ્યાએથી રમવાનું શરૂ કરશે, જ્યાં આજે મેચ અટકાવવામાં આવી હતી. ભારતીય ટીમ 24.1 ઓવરથી રમવાનું શરૂ કરશે. મેચ માત્ર 50-50 ઓવરની હશે.

Asia Cup 2023

રિઝર્વ ડે પર મેચ પૂરી નહીં થાય તો શું થશે? - સોમવાર (11 સપ્ટેમ્બર) આ મેચનો અનામત દિવસ છે. જો રિઝર્વ ડે પર પણ મેચ પૂર્ણ નહીં થાય, તો બંને ટીમોને એક-એક મેચ આપવામાં આવશે. મેચ રદ્દ જાહેર કરવામાં આવશે.

ભારત અને પાકિસ્તાન કેટલા પોઈન્ટ મેળવશે? - જો મેચ રદ્દ થશે તો ભારતના ખાતામાં એક પોઈન્ટનો ઉમેરો થશે. આ સાથે જ પાકિસ્તાનના બે મેચમાં ત્રણ પોઈન્ટ થઈ જશે.

સુપર-4માં પોઈન્ટ ટેબલની સ્થિતિ શું છે? - સુપર-4ના પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાન પ્રથમ સ્થાને છે. તેના એક મેચમાં બે પોઈન્ટ છે. પાકિસ્તાનનો નેટ રન રેટ +1.051 છે. શ્રીલંકાની ટીમ બીજા સ્થાને છે. તેના પણ એક મેચમાં બે પોઈન્ટ છે, પરંતુ નેટ રન રેટમાં તે પાકિસ્તાનથી પાછળ છે.

શ્રીલંકાનો નેટ રનરેટ +0.420 છે. ભારત ત્રીજા સ્થાને છે. તેણે હજુ તેની પ્રથમ મેચ રમવાની છે. બાંગ્લાદેશની ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. તેના બે મેચમાં ઝીરો પોઈન્ટ છે. તે બંને મેચ હારી ચૂક્યું છે. તેનો નેટ રન રેટ પણ ઘણો ખરાબ છે. બાંગ્લાદેશનો નેટ રન રેટ - 0.749 છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X