Asia Cup 2023, Ind vs Nep : ભારત અને નેપાળની મેચ ધોવાઇ જશે, તો સુપર 4 માં કોને મળશે સ્થાન?
Asia Cup 2023, Ind vs Nep : એશિયા કપમાં ટીમ ઇન્ડિયાની આગામી મેચ ભારત અને નેપાલ વચ્ચે રમાવાનો છે. ટીમ ઇન્ડિયની પહેલી મેચ પાકિસ્તાન સામે હતી, જે વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી. જોકે, આનાથી પાકિસ્તાનની ટીમને કોઇ નુકસાન થયું નથી, અને એક પોઇન્ટ મળતા તેણે પોતાનું સ્થાન સુપર 4માં બનાવી લીધું છે.
ભારત અને નેપાળ વચ્ચેની મેચ એ જ પલ્લેકેલે સ્ટેડિયમમાં રમાવાની છે, જ્યાં વરસાદને કારણે પાકિસ્તાન સામેની બીજી ઇનિંગમાં એક બોલ પણ ફેંકી શકાયો ન હતો. મેચ રદ્દ કરવાની જાહેરાત સાથે બંને ટીમોને 1-1 પોઈન્ટ આપવામાં આવ્યા હતા.

ભારતીય ટીમ અત્યારે ગૃપ A પોઈન્ટ ટેબલમાં એક પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. પાકિસ્તાની ટીમ નંબર વન પર છે, અને તેમણે સુપર ફોરમાં પણ જગ્યા બનાવી લીધી છે. નેપાળ સામેની મેચ ભારતીય ટીમ માટે ઘણી મહત્વની માનવામાં આવી શકે છે.
રવિવાર માટે કેન્ડીમાં હવામાન વિશે વાત કરીએ તો, વરસાદ પડી રહ્યો છે. ભારતની નેપાળ સામેની મેચ સોમવારના રોજ રમાવાની છે, અને તેમાં પણ વરસાદની પૂરેપૂરી શક્યતાઓ છે. જો વરસાદને કારણે રમત બંધ થઈ જાય તો? દરેક વ્યક્તિ તેના વિશે જાણવા માંગે છે.
જો ભારત અને નેપાળ વચ્ચેની મેચ ધોવાઈ જશે, તો બંને ટીમો વચ્ચે એક પોઈન્ટ વહેંચાઈ જશે. આવી સ્થિતિમાં ભારતના 2 પોઈન્ટ થઈ જશે. ભારતીય ટીમનો હાલમાં નેટ રન રેટ શૂન્ય છે. જો આગામી મેચ રદ્દ થશે, તો પણ તે શૂન્ય રહેશે, પરંતુ પોઈન્ટ બે રહેશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા સુપર 4 માટે ક્વોલિફાઈ થઈ જશે.
જો વરસાદ ન થાય અને મેચ હોય તો ટીમ ઈન્ડિયા જીતીને સુપર ફોરમાં જશે. જો નેપાળ આ મેચ જીતી લે છે, તો ટીમ ઈન્ડિયા બહાર થઈ શકે છે. જોકે, ભારતીય ટીમને હરાવવું સરળ કામ નથી. નેપાળ પાસે એટલો અનુભવ નથી.












Click it and Unblock the Notifications
