Asia Cup 2023, IND vs PAK: IND vs PAK મેચમાં રનનો વરસાદ કરી શકે છે આ બેટ્સમેન

Asia Cup 2023, IND vs PAK: એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન એક-બીજાના સૌથી મોટા હરીફ માનવામાં આવે છે.

બંને ટીમો વચ્ચે આજે એટલે કે 10 સપ્ટેમ્બરના રોજ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં સુપર ફોર મેચ રમવા માટે મેદાનમાં ઉતારશે. રોહિત શર્માની કેપ્ટનસી ટૂર્નામેન્ટના બીજા સ્ટેજમાં પોતાની પહેલી મેચ રમશે.

 IND vs PAK

બાબર આઝમ - પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ હાલમાં ODIમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. તે સતત રન અને સદી ફટકારી રહ્યો છે. બાબર આઝમ એશિયા કપ 2023માં અત્યાર સુધીના બીજા સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન છે.

બાબર આઝમ ત્રણ મેચની બે ઇનિંગ્સમાં 168 રન બનાવ્યા છે. આ વિસ્ફોટક બેટ્સમેન પોતાના શાનદાર ફોર્મને જાળવી રાખવાની આશા સાથે ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચમાં મેદાનમાં ઉતરે તેવી પૂરી સંભાવના છે.

વિરાટ કોહલી - ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન છેલ્લી મેચમાં પાકિસ્તાન સામે મળેલી તકનો ફાયદો ઉઠાવી શક્યો ન હતો, પરંતુ બેશક આ વખતે બાબર આઝમની ટીમ સામે સારો દેખાવ કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં વિરાટ કોહલી પોતાની ટીમ માટે શ્રેષ્ઠ બેટ્સમેન બની શકે છે.

હાર્દિક પંડ્યા - જ્યારે ભારતનો ટોપ ઓર્ડર પાકિસ્તાન સામે સંપૂર્ણપણે ફ્લોપ થઈ ગયો, ત્યારે હાર્દિક પંડ્યાએ ટીમની કમાન સંભાળી લીધી હતી. ભારત વિરુદ્ધ પાકિસ્તાનની ગૃપ સ્ટેજની મેચમાં પંડ્યાએ જવાબદાર ઇનિંગ રમી અને 90 બોલમાં 87 રન બનાવ્યા હતા.

હાર્દિક પંડ્યાએ ઈશાન કિશન સાથે 138 રનની ભાગીદારી કરી હતી. આજે ફરી પાકિસ્તાન સામે વાઇસ કેપ્ટનની વિસ્ફોટક બેટિંગ જોવા મળી શકે છે.

પાકિસ્તાનના પ્લેઇંગ - 11 - બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન, ફખર જમાન, ઇમામ ઉલ હક, સલમાન અલી આગા, ઇફ્તિખાર અહેમદ, મોહમ્મદ રિઝવાન, ફહીમ અશરફ, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી, હરિસ રઉફ

ભારતના સંભવિત પ્લેઈંગ - 11 - રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઈશાન કિશન/કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X