Asia Cup 2023, IND vs PAK : આજની મેચમાં બેટ્સમેન માટે ઘાતક સાબિત થશે આ બોલર્સ

Asia Cup 2023, IND vs PAK: ફરી એકવાર એશિયા કપ 2023 માં સૌથી હોટ ફેવરિટ મેચ યોજાવા જઈ રહી છે. ટૂર્નામેન્ટની ત્રીજી સુપર ફોર મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે 10 સપ્ટેમ્બરના રોજ રમાશે.

બંને ટીમો વચ્ચેની આ મેચ રવિવારના રોજ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં બપોરે 3 કલાકથી રમાશે. આ મેચ પહેલા, શું તમે જાણો છો કે, બંને ટીમમાં એવા કયા ત્રણ બોલર સૌથી વધુ વિકેટ લઈ શકે છે?

IND vs PAK Asia Cup 2023, India Pakistan Super 4 Match in Asia Cup, એશિયા કપ 2023માં IND vs PAK મેચ સુપર 4 મેચ લાઇવ અપડેટ્સ, IND vs PAK એશિયા કપ 2023,

હરિસ રૌફ - પાકિસ્તાની ઝડપી બોલર હરિસ રઉફે ભારત સામેની પ્રથમ મેચમાં પોતાની ઘાતક બોલિંગથી બધાને ચોંકાવી દીધા હતા. આવી સ્થિતિમાં ભારતીય બેટ્સમેનો માટે આ બોલરનો સામનો કરવો સરળ નથી. પહેલા ગૃપ સ્ટેજમાં હરિસ રઉફે ભારત સામે 9 ઓવરમાં 58 રન આપીને ત્રણ ખેલાડીઓને પોતાનો શિકાર બનાવ્યા હતા. ફરી એકવાર બોલર ભારત સામે પોતાનું ફોર્મ જાળવી રાખવા માંગશે.

નસીમ શાહ - પાકિસ્તાનના નસીમ શાહે ગૃપ સ્ટેજમાં ભારત સામે બોલ સાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 8.5 ઓવરમાં 3 વિકેટ ઝડપી હતી. એશિયા કપ 2023ની ત્રણ મેચમાં સાત વિકેટ લઈને નસીમ શાહ બીજા નંબર પર છે. આવી સ્થિતિમાં તે આજે ભારત-પાકિસ્તાન મેચમાં પાકિસ્તાન માટે મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

જસપ્રિત બુમરાહ - ટીમ ઈન્ડિયા માટે સારી વાત એ છે કે, જસપ્રિત બુમરાહ પાકિસ્તાન સામેની મેચ પહેલા પરત ફર્યો છે. પાકિસ્તાન સામે બોલિંગની વાત કરીએ તો તમામની નજર જસપ્રિત બુમરાહ પર રહેશે. બુમરાહ દબાણમાં પણ ટીમ માટે મહત્વની વિકેટ લેવાની કળામાં માહેર છે. ભારત-પાકિસ્તાન મેચમાં બુમરાહ પ્લેઈંગ ઈલેવનમાં પરત ફરશે, તે લગભગ નિશ્ચિત છે.

પાકિસ્તાનના પ્લેઇંગ-11 - બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન, ફખર જમાન, ઇમામ ઉલ હક, સલમાન અલી આગા, ઇફ્તિખાર અહેમદ, મોહમ્મદ રિઝવાન, ફહીમ અશરફ, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી, હરિસ રઉફ

ભારતના સંભવિત પ્લેઈંગ-11 - રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઈશાન કિશન/કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X