Asia Cup 2023, IND vs PAK: આજે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ, જાણો પ્લેઇંગ 11

Asia Cup 2023, IND vs PAK: એશિયા કપ 2023ની ત્રીજી સુપર 4 મેચ 10 સપ્ટેમ્બરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. બંને ટીમ વચ્ચે આ મેચ રવિવારના રોજ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. રોહિત શર્માની કેપ્ટનસીમાં સુપર ફોર મેચમાં જીતની આશા સાથે મેદાનમાં ઉતરશે.

ભારત અને પાકિસ્તાન બપોરે 3 કલાકથી એશિયા કપના સુપર ફોર રાઉન્ડમાં ફરી એકવાર સામસામે આવવાના છે. ટીમ ઈન્ડિયાની આ પ્રથમ સુપર ફોર મેચ છે. બીજી તરફ પાકિસ્તાન સુપર ફોર સ્ટેજમાં જીતનો સ્વાદ ચાખી ચૂક્યું છે. ટૂર્નામેન્ટમાં આ કટ્ટર હરીફો વચ્ચેનો આ બીજો મુકાબલો છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉની મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી.

IND vs PAK Asia Cup 2023, India Pakistan Super 4 Match in Asia Cup, એશિયા કપ 2023માં IND vs PAK મેચ સુપર 4 મેચ લાઇવ અપડેટ્સ, IND vs PAK એશિયા કપ 2023,

ભારત સામેની આગામી મેચમાં પાકિસ્તાનનો શાહીન આફ્રિદી તેની ટીમ માટે શ્રેષ્ઠ બોલર બની શકે છે. એશિયા કપ 2023માં અત્યાર સુધીની ત્રણ મેચમાં સાત વિકેટ સાથે આફ્રિદી સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાંનો એક છે. તે ભારત સામે પણ તેના ફોર્મ સાથે શાનદાર પ્રદર્શન કરવા માંગશે.

ભારત-પાક મેચ દરમિયાન 90 ટકા વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રિઝર્વ ડે નક્કી કરવામાં આવ્યો છે. જો ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ખરાબ હવામાનને કારણે રોકવામાં આવે છે, તો મેચ જ્યાંથી 11 સપ્ટેમ્બરના રોજ રોકાઈ હતી, ત્યાંથી શરૂ થશે.

ભારત સામે પાકિસ્તાનની પ્લેઈંગ-11

બાબર આઝમ (કેપ્ટન), શાદાબ ખાન, ફખર ઝમાન, ઇમામ ઉલ હક, સલમાન અલી આગા, ઇફ્તિખાર અહેમદ, મોહમ્મદ રિઝવાન, ફહીમ અશરફ, નસીમ શાહ, શાહીન શાહ આફ્રિદી, હરિસ રઉફ

ભારતની સંભવિત પ્લેઈંગ-11

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઈશાન કિશન/કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X