Asia Cup 2023 : નેપાળ સામે ભારતની આસાન જીત, રોહિત શર્માના નામે વધુ એક મોટો રેકોર્ટ નોંધાયો

ભારત અને નેપાળ વચ્ચે એશિયા કપની મેચમાં ભારતે નેપાળને હરાવીને આસાન જીત મેળવી છે. વરસાદ વચ્ચે ભારતે કોઈપણ વિકેટ ગુમાવ્યા વગર નેપાળ સામે આસાનીની મેચ પોતાના નામે કરી લીધી છે.

આ મેચમાં રોહિત શર્મા અને શુભમન ગીલ શાનદાર ફોર્મમાં જોવા મળ્યા છે. પહેલી બેટિંગ કરતા નેપાળે 10 વિકેટ ગુમાવીને 48.2 ઓવરમાં 230 રન બનાવ્યા છે. નેપાળ તરફથી આસિફ શૈખે શાનદાર પ્રદર્શન કરતા 50 રનની ઈનિંગ્સ રમી. આ સિવાય નેપાળ તરફથી સોમપાલ કામીએ 48 અને કૌશલ બુર્ટેલે 38 રનની ઈનિંગ્સ રમી.

Asia Cup 2023

વરસાદ બાદ મેચ 23 ઓવરની કરાઈ અને ભારતને 145 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારત તરફથી રોહિત શર્મા અને શુભમન ગીલે શાનદાર ઈનિંગ્સ રમીને કોઈપણ વિકેટ ગુમાવ્યા વગર જીત મેળવી લીધી. આ મેચમાં શુભમન ગીલે 67 અને રોહિત શર્માએ 74 રનની ઈનિંગ્સ રમી.

આ ઈનિંગ્સ સાથે રોહિત શર્માએ વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. રોહિત શર્મા પહેલો એવો ભારતીય ખેલાડી બન્યો છે જેને 10 થી વધુ વખત એશિયા કપમાં 50થી વધુ રન બનાવ્યા છે. આ સિવાય તે હાલ વન ડે ક્રિકેટ રમી રહેલા ખેલાડીઓમાં સૌથી વધુ સિક્સર મારનારો ખેલાડી પણ બન્યો છે.

તમામ ખેલાડીઓમાં રોહિત શર્મા સૌથી વધુ સિક્સર માનનારો ત્રીજા ક્રમનો ખેલાડી છે. રોહિત શર્મા પહેલા ક્રિસ ગેલ 331 અને શનથ જયશર્યા 270 સિક્સ સાથે આગળ છે. આ ક્રમમાં રોહિત શર્મા 251 સિક્સર મારીને ત્રીજા ક્રમે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X