Asia Cup 2023 : હવે તમે ફ્રીમાં જોઇ શકશો IND vs PAKની મેચ, જાણો કેવી રીતે
Asia Cup 2023, Ind Vs Pak Live Streaming : એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે અતિ મહત્વનો મેચ યોજાશે, જે 2 સપ્ટેમ્બરના રોજ રમાશે. ભારત-પાકિસ્તાન સહિત સમગ્ર દુનિયાના ક્રિકેટ પ્રેમીઓ આ મેચ જોવા માટે ઉત્સાહપૂર્વક રાહ જોઇ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન ટીમે એશિયા કપની ઓપનિંગ મેચમાં નેપાળને 238 રનથી હરાવીને ટૂર્નામેન્ટની શરૂઆત કરી હતી. આવી સ્થિતિમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કાંટાની લડાઈ થવાની છે.

ચાહકો આ મેચને બિલકુલ ચૂકવા માંગતા નથી. આવી સ્થિતિમાં જાણો ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાતી મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે ફેન્સ લાઈવ જોઈ શકે છે.
એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્યારે રમાશે? - એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરના રોજ મેચ રમાશે.
એશિયા કપ 2023માં ભારત અને પાકિસ્તાનની મેચ ક્યાં રમાશે? - ભારત અને પાકિસ્તાન (IND vs PAK) મેચ શ્રીલંકાના પલ્લેકેલે સ્ટેડિયમમાં રમાશે.
ભારત અને પાકિસ્તાનની લાઈવ મેચ ક્યાં જોઈ શકશો? - ભારત-પાકિસ્તાન એશિયા કપ 2023ની લાઈવ મેચ Hotstar મોબાઈલ એપ પર જોઈ શકાશે, જ્યારે મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ પર જોઈ શકાશે.
ઉલ્લેખનીય છે કે, જો પ્રશંસકો એશિયા કપ મોબાઈલ પર જુએ છે, તો તેના માટે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં, પરંતુ જો મેચ લેપટોપ અથવા ટીવી પર આ એપ પર જોવામાં આવશે, તો તેના માટે સબસ્ક્રિપ્શન લેવું પડશે.
એશિયા કપ : ભારત અને પાકિસ્તાનની મેચનો હેડ ટુ હેડ રેકોર્ડ - એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન 13 વખત સામસામે આવી ચૂક્યા છે. ભારતે 13માંથી 7 મેચ જીતી છે, જ્યારે પાકિસ્તાને પાંચ મેચ જીતી છે. એક મેચનું પરિણામ આવી શક્યું નથી.
અત્રે નોંધીનીય બાબત છે કે, એશિયા કપ 2023માં હંમેશા ભારતીય ક્રિકેટ ટીમનો દબદબો રહ્યો છે. અત્યાર સુધીના ઈતિહાસમાં એશિયા કપની 15 સિઝન આવી છે, જેમાં ભારતે 7 વખત (1984, 1988, 1990-91, 1995, 2010, 2016 અને 2018) ટાઈટલ જીત્યું છે, જ્યારે શ્રીલંકા બીજા ક્રમે છે, જેણે 6 વખત ટ્રોફી જીતી છે.












Click it and Unblock the Notifications
