Asia Cup 2023 : પાકિસ્તાને એશિયા કપની ટીમમાં કર્યો ફેરફાર, આ દિગ્ગજ ખેલાડીની એન્ટ્રી

Asia Cup 2023 : પાકિસ્તાને એશિયા કપ 2023 માટે પોતાની ટીમમાં મોટો ફેરફાર કર્યો છે. તેઓએ સઈદ શકીલને ટીમમાં સામેલ કર્યો છે, આ અગાઉ ટીમમાં ન હતો. શકીલે તાજેતરમાં અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝમાં પાકિસ્તાનની ટીમમાં એક મેચ રમી હતી, જેમાં તેણે 9 રન બનાવ્યા હતા.

હવે પાકિસ્તાને એશિયા કપ માટેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પાકિસ્તાનના સિલેક્ટર્સ દ્વારા ટીમમાં નવી ઉર્જા અને લવચીકતા લાવવા માટે શકીલને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Asia Cup 2023

શકીલ 27 વર્ષનો બેટ્સમેન છે, જે ડાબા હાથે બેટિંગ કરે છે. તે ઝડપી બોલિંગ સામે પણ સારી બેટિંગ કરે છે. શકીલ ટીમમાં તૈયબ તાહિરની જગ્યા લેશે. જોકે, તાહિરની ટીમ સાથેની સફર હજી પૂરી થઈ નથી અને તે ટ્રાવેલિંગ રિઝર્વ તરીકે ટીમ સાથે રહેશે.

પાકિસ્તાનની ટીમ તાજેતરમાં અફઘાનિસ્તાનને હરાવીને વિશ્વની નંબર વન વનડે ટીમ તરીકે ઉભરી આવી છે. એશિયા કપ 2023માં પાકિસ્તાનની પ્રથમ મેચ નેપાળ સામે થશે. આ મેચ 30 ઓગસ્ટે મુલતાનમાં રમાશે.

Asia Cup 2023 માટે પાકિસ્તાનની ટીમ - બાબર આઝમ (કેપ્ટન), અબ્દુલ્લા શફીક, ફખર ઝમાન, ઇમામ-ઉલ-હક, સલમાન અલી આગા, ઇફ્તિખાર અહેમદ, મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ હરિસ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, ઉસામા મીર, ફહીમ અશરફ , હરિસ રઉફ, મોહમ્મદ વસીમ જુનિયર, નસીમ શાહ, શાહીન આફ્રિદી, સઈદ શકીલ, તૈયબ તાહિર (રિઝર્વ).

ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરના રોજ રમાનાર હાઈવોલ્ટેજ મેચની ટિકિટ 17 ઓગસ્ટથી મળવાનું શરૂ થઈ જશે. પ્રથમ તબક્કાની મેચોની ટિકિટોનું વેચાણ બપોરે 12.30 કલાકથી શરૂ થશે.

આવા સમયે, શ્રીલંકામાં યોજાનારી મેચ માટે ટિકિટ વેચાણનો બીજો તબક્કો સાંજે 7 વાગ્યાથી શરૂ થશે. કેન્ડીમાં યોજાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 સપ્ટેમ્બરના રોજ પલ્લેકેલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

PCB અનુસાર, એક વ્યક્તિ એક જ ID/પાસપોર્ટ પર વધુમાં વધુ ચાર ટિકિટ ખરીદી શકે છે, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે એક જ ID/પાસપોર્ટ પર વધુમાં વધુ બે વિકેટ ખરીદી શકાય છે. જેઓ હોસ્પિટાલિટી બોક્સમાંથી મેચ જોવા ઈચ્છે છે, તેઓ [email protected] પર તેમનો ઈમેલ મોકલી શકે છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પાકિસ્તાનમાં આયોજિત થનારી એશિયા કપ મેચ માટે ટિકિટોનું વેચાણ શરૂ થયું છે. પ્રથમ મેચ 30 ઓગસ્ટના રોજ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાશે. પાકિસ્તાનમાં 4 ચાર મેચ રમાશે. ફાઈનલ સહિત બાકીની નવ મેચો શ્રીલંકામાં યોજાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X