Asia Cup 2023 Super 4 Schedule : શ્રીલંકાની સુપર 4માં એન્ટ્રી, જાણો સંપૂર્ણ શેડ્યુલ
Asia Cup 2023 Super 4 Schedule : એશિયા કપ 2023ના ગૃપ સ્ટેજ પૂર્ણ થઇ ચુક્યું છે. સુપર 4 માટે ગૃપ એમાંથી ભારત અને પાકિસ્તાન સુપર 4માં એન્ટ્રી કરી છે. આ સાથે ગૃપ બીથી બાગ્લાદેશ અને શ્રીલંકાના સુપર 4માં સ્થાન બનાવ્યું છે. આ સાથે હવે સુપર 4નું શેડ્યુલ નક્કી થઇ ગયું છે.
જ્યારે નેપાળને ગૃપ Aમાંથી અને અફઘાનિસ્તાને ગૃપ Bમાંથી બહાર થવું પડ્યું હતું. હવે સુપર 4માં કુલ 6 મેચ રમાશે અને ફાઈનલ મેચ 17 સપ્ટેમ્બરે કોલંબોમાં રમાશે. ટીમ ઈન્ડિયા આ રાઉન્ડમાં પોતાની પ્રથમ મેચ 10 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન સામે રમશે.'

જો ટૂંકમાં ગૃપ સ્ટેજની વાત કરીએ તો ગૃપ Aમાંથી પાકિસ્તાનની ટીમે નેપાળને હરાવ્યું અને ભારત સામેની મેચ રદ્દ થઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાની સ્ટોરી પણ આવી જ હતી.
ગૃપ Bમાં, શ્રીલંકાએ બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન બંનેને હરાવીને ટોચ પર રહીને સુપર 4 માટે ક્વોલિફાય કર્યું હતું, જ્યારે બાંગ્લાદેશ એક મેચ જીત અને એક હાર સાથે આગલા રાઉન્ડમાં પ્રવેશ્યું હતું. અફઘાનિસ્તાનની ટીમ ગૃપ સ્ટેજમાં પોતાની બંને મેચ હાર્યા બાદ અંતિમ 4માં પહોંચી શકી નથી. હવે ચાલો સુપર 4 નું શેડ્યૂલ જોઈએ.
સુપર 4માં ભારતીય ટીમ માટે પડકાર આસાન નહીં હોય. જ્યાં ટીમ પોતાની પ્રથમ મેચ 10 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન સામે રમશે. તેથી હવે 12 સપ્ટેમ્બરના રોજ તેનો મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકા સામે થશે, અને 15 સપ્ટેમ્બરના રોજ ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સાથે ટકરાશે.
એટલે કે રોહિત શર્માએ સાવધાન રહેવું પડશે. કારણ કે, આ ત્રણ ટીમો જ ભારતને હરાવવાની શક્તિ ધરાવે છે. સુપર 4માં એક પણ હાર ફાઈનલના સમીકરણને બગાડી શકે છે. તેથી મેન ઇન બ્લુએ ત્રણેય મેચ જીતીને ફાઇનલમાં જગ્યા બનાવવાનો પ્રયાસ કરવો પડશે.
શ્રીલંકાએ છેલ્લી ગૃપ મેચમાં અફઘાનિસ્તાન સામે પ્રથમ મેચ રમીને 291 રન બનાવ્યા હતા. આ મેચ જીતવા માટે અફઘાનિસ્તાને 37.1 ઓવરમાં 292 રનનો લક્ષ્યાંક હાંસલ કરવાનો હતો. એક સમયે અફઘાન ટીમ સરળતાથી જીત તરફ આગળ વધી રહી હતી.
મોહમ્મદ નબીએ મધ્ય ઓવરોમાં 32 બોલમાં 65 રનની ધમાકેદાર ઇનિંગ રમીને પોતાની ટીમને મોમેન્ટમ અપાવ્યો હતો. નજીબુલ્લાહ ઝદરાન અને રાશિદ ખાને પણ અંતમાં ઘણી મહેનત કરી હતી, પરંતુ આસાનીથી જીત તરફ જઈ રહેલી અફઘાનિસ્તાનની ટીમે સુપર 4ની ટિકિટ જ નહીં ગુમાવી પરંતુ મેચ પણ હારી ગઈ હતી.
મુજીબ ઉર રહેમાન અને ફઝલ હક ફારૂકીની 38મી ઓવરમાં વિકેટે આખી મેચને ફેરવી નાખી. શ્રીલંકા માટે ધનંજયા ડી સિલ્વાએ આ ઓવર નાખી અને બે વિકેટ લઈને સ્ટાર બન્યો હતો.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
