Asia Cup 2023 Super 4s Points Table: એશિયા કપમાં પાકિસ્તાનનો દબદબો, જાણો પોઈન્ટ ટેબલમાં ક્યાં છે ટીમ ઈન્ડિયા?

Asia Cup 2023 Super 4s Points Table: એશિયા 2023ની 16મી સીઝન દરેક નવી મેચ સાથે વધુ રોમાંચક બની રહી છે. જો કે, ઉત્સાહ હવે વધવા જઈ રહ્યો છે કારણ કે હજુ સુધી ઘણા હાઈ-વોલ્ટેજ મુકાબલા આવવાના છે. ચાલો જાણીએ કે સુપર-4 તબક્કાના પોઈન્ટ ટેબલમાં કઈ ટીમનું સ્થાન શું છે.

લાહોરમાં બાંગ્લાદેશ સામેની જીત સાથે પાકિસ્તાને સુપર-4 તબક્કામાં પોતાનું ખાતું ખોલ્યું છે. પાકિસ્તાનનો હવે બે પોઈન્ટ સાથે +1.051નો નેટ રન રેટ છે, જ્યારે બાંગ્લાદેશ બીજા સ્થાને છે. આ સિવાય સુપર-4 સ્ટેજ માટે ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ મેચ રમવાની બાકી છે.

Asia Cup 2023

વાસ્તવમાં, ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ સુપર-4 તબક્કા માટે ક્વોલિફાય થઈ ગયા છે. પાકિસ્તાને સુપર-4ની પ્રથમ મેચ જીતી લીધી છે. બાંગ્લાદેશ તેની આગામી મેચ 9 સપ્ટેમ્બર શનિવારના રોજ શ્રીલંકા સામે રમશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે આગામી મેચ 10 સપ્ટેમ્બર, રવિવારે કોલંબોમાં રમાશે. ચારેય ટીમો સુપર ફોર સ્ટેજમાં એકબીજા સાથે રમશે અને ટેબલમાં ટોચની બે ટીમો 17 સપ્ટેમ્બરે કોલંબોમાં એશિયા કપ 2023ની ફાઈનલ રમશે.

સુપર 4 શિડ્યૂલ

6 સપ્ટેમ્બર - પાકિસ્તાન વિ બાંગ્લાદેશ, લાહોરમાં, 3:00 PM (IST)

9 સપ્ટેમ્બર - શ્રીલંકા વિ બાંગ્લાદેશ, કોલંબોમાં, 3:00 PM (IST)

10 સપ્ટેમ્બર - પાકિસ્તાન વિ ભારત, કોલંબોમાં, 3:00 PM (IST)

12 સપ્ટેમ્બર ભારત વિ શ્રીલંકા, કોલંબોમાં, 3:00 PM (IST)

14 સપ્ટેમ્બર પાકિસ્તાન વિ શ્રીલંકા, કોલંબોમાં 3:00 PM (IST)

15 સપ્ટેમ્બર, ભારત વિ બાંગ્લાદેશ, કોલંબો 3:00 PM (IST)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X