AUS vs NED, World Cup 2023: ઓસ્ટ્રેલિયાએ કર્યો રનનો વરસાદ, નેધરલેન્ડને મળ્યો પહાડ જેવડો ટારગેટ

aaj ka toss kaun jita, AUS vs NED, World Cup 2023: ICC ODI વર્લ્ડ કપની 24મી મેચમાં ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ વચ્ચે રમાઇ રહી છે. બંને ટીમો વચ્ચેની આ મેચ બુધવારે (25 ઓક્ટોબર) દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે 399 રન બનાવ્યા છે. હવે નેધરલેન્ડને જીતવા માટે 400 રનનો ટારગેટ મળ્યો છે. જેમાં ડેવીડ વોર્નરે 93 બોલમાં 104 રન ફટકાર્યા હતા. આ સાથે મેક્સવેલે 106 રન ફટકાર્યા છે. ગ્લેન મેક્સવેલ 44 બોલમાં 106 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને હવે પેવેલિયન પરત ફર્યો છે.

AUS vs NED, World Cup 2023

મેક્સવેલે દિલ્હીના લોકોનું કેવું અદ્ભુત મનોરંજન કર્યું છે. ગ્લેન મેક્સવેલે વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારી છે. મેક્સવેલે માત્ર 40 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.

આ સાથે નેધરલેન્ડની બેટિંગની વાત કરીએ તો લોગાન વાસ બીકે 4 વિકેટ લીધી હતી. જે બાદ બાસ લી લીડેએ 2 અને આર્યન દત્તે 1 વિકેટ લીધી હતી. જેમાં બાસ લી લીડે સૌથી ખર્ચાળ સાબિત થયો હતો. તેણે 10 ઓવરમાં 115 રન આપ્યા હતા. જેણે 11.50 રનની ઇકોનોમીથી ખરાબ પ્રદર્શન કર્યું હતું.

આજે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ 2023ની 24મી મેચ રમાઈ રહી છે. નેધરલેન્ડે સાઉથ આફ્રિકાને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો અને આજે ફરી એકવાર તે આ જ સિદ્ધિનું પુનરાવર્તન કરવાનું લક્ષ્ય રાખશે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં બે વનડે રમાઈ છે અને દરેક વખતે ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડને હરાવ્યું છે.

ઓસ્ટ્રેલિયાના પ્લેઇંગ 11 - ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્કસ લેબુશેન, જોશ ઇંગ્લિસ, કેમેરોન ગ્રીન, ગ્લેન મેક્સવેલ, પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને એડમ ઝમ્પા

નેધરલેન્ડ પ્લેયિંગ 11 - વિક્રમજીત સિંહ, મેક્સ ઓ'ડાઉડ, કોલિન એકરમેન, બાસ ડી લીડે, તેજા નિદામાનુરુ, સ્કોટ એડવર્ડ્સ (કેપ્ટન), સીબ્રાન્ડ એન્જેલબ્રેક્ટ, લોગાન વેન બીક, રોએલ્ફ વાન ડેર મેરવે, આર્યન દત્ત અને પોલ વાન મીકરેન.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X