ક્રિકેટના મેદાન પર વધુ એક ખેલાડીનું મોત, બોલ વાગતા જીવ ગયો

ક્રિકેટ જગતમાં શોકનો માહોલ છવાયો છે. ઓસ્ટ્રેલિયાના એક યુવા પ્રતિભાશાળી ખેલાડીનું નિધન થયું છે. પ્રેક્ટિસ સેશન દરમિયાન બોલ વાગવાથી થયેલા મોતે ક્રિકેટ જગતને હચમચાવી દીધું છે. હેલ્મેટ હોવા છતાં બોલ ઘાતક સાબિત થયો હતો.

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ફિલ હ્યુજીસના નિધન જેવી જ આ એક બીજી દુઃખદ ઘટના સામે આવી છે. 2014માં ફિલ હ્યુજીસનું પણ ડોમેસ્ટિક મેચ દરમિયાન બોલ વાગવાથી મૃત્યુ થયું હતું. હવે ઓસ્ટ્રેલિયાના 17 વર્ષીય યુવા ક્રિકેટર બેન ઓસ્ટિનનું પણ ટી20 મેચ પહેલાં પ્રેક્ટિસ સેશન દરમિયાન ગરદન પર બોલ વાગવાથી નિધન થયું છે.

2014માં સીન એબોટ્ટના બોલથી ફિલ હ્યુજીસને ગરદનના પાછળના ભાગે ઈજા થઈ હતી, જે જીવલેણ સાબિત થઈ હતી. બેન ઓસ્ટિનને પણ ઈજા થતાં જ તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ડોકટરો તેમનો જીવ બચાવી શક્યા નહોતા.

આ ઘટના મંગળવારે સાંજે મેલબોર્નના દક્ષિણ-પૂર્વ વિસ્તારના ફર્નટ્રી ગલીના વોલી ટ્યુ રિઝર્વ ગ્રાઉન્ડ પર બની હતી. બેન ઓસ્ટિન બુધવારે ઈલ્ડન પાર્ક સામે રમાનારી ટી20 મેચની તૈયારી માટે નેટ્સમાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા.

હેલ્મેટ પહેર્યું હોવા છતાં બોલ તેમના માથા અને ગરદનની વચ્ચેના ભાગે વાગ્યો, જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા. મેડિકલ ટીમે ઘટનાસ્થળે જ પ્રાથમિક સારવાર આપી હતી અને તેમને હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ કોઈ ફાયદો થયો નહીં.

તેને લાઈફ સપોર્ટ પર પણ રાખવામાં આવ્યો હતો, પરંતુ દુર્ભાગ્યે તેમનો જીવ બચાવી શકાયો નહીં. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પણ 17 વર્ષીય મેલબોર્નના ક્રિકેટર બેન ઓસ્ટિનના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને સોશિયલ મીડિયા પર તેમના માટે એક પોસ્ટ મૂકી છે.

બેન એક સમર્પિત ખેલાડી હતો અને રમત પ્રત્યે તેમને અપાર પ્રેમ હતો. તે માત્ર ક્રિકેટ જ નહીં, પરંતુ ઓસ્ટ્રેલિયન રૂલ્સ ફૂટબોલ પણ રમતો હતો. તેણે ફર્નટ્રી ગલી, મુલગ્રેવ અને ઈલ્ડન પાર્ક ક્રિકેટ ક્લબ્સ સાથે જોડાઈને સક્રિય રીતે ક્રિકેટ રમ્યો હતો.

ઓસ્ટ્રેલિયામાં આ સમાચાર સાંભળીને લોકો આઘાતમાં છે. આ ઘટના ફરી એકવાર ક્રિકેટમાં ખેલાડીઓની સુરક્ષાના મુદ્દાને પ્રકાશિત કરે છે અને ખેલાડીઓના જીવનની સુરક્ષા માટે વધુ કડક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X