Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Axar Patel Wedding: અક્ષર અને મેહા પટેલ પરિણય સૂત્રમાં બંધાયા, ક્રિકેટરે પત્ની સાથે કર્યો રોમેન્ટીક ડાંસ

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી અક્ષર પટેલ 26 જાન્યુઆરીએ મેહા પટેલ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયા. જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. અહીં જુઓ વીડિયો.

Axar Patel Wedding: ક્રિકેટની ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી અક્ષર પટેલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. ગયા વર્ષે જ અક્ષર પટેલે મેહા પટેલ સાથે સગાઈ કરી હતી. ગુરુવારે 26 જાન્યુઆરીના દિવસે અક્ષર પટેલે મેહા સાથે સાત ફેરા ફર્યા છે. આ લગ્નમાં ઘણા ક્રિકેટરો પણ સામેલ થયા. લગ્નના અમુક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

અક્ષર પટેલે મેહા સાથે કર્યા લગ્ન

અક્ષર પટેલે મેહા સાથે કર્યા લગ્ન

ભારતના ઓપનર બેટ્સમેન અને વિકેટકીપર કેએલ રાહુલે 23 જાન્યુઆરીએ અભિનેતા સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા. કેએલ રાહુલ બાદ હવે ભારતીય ટીમનો ઓલરાઉન્ડર અક્ષર પટેલ પણ વર બની ગયો છે. અક્ષરે તેની ફિયાન્સ મેહા પટેલ સાથે 26 જાન્યુઆરીએ લગ્ન કર્યા છે. ગુજરાતના વડોદરામાં ધામધૂમથી લગ્નનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

અક્ષરે શેરવાની પહેરીને વરઘોડામાં કર્યો ડાંસ

ગુરુવારે સાંજે અક્ષર પટેલ કારમાં વરઘોડા સાથે મેહાને લેવા પહોંચ્યા હતા. અક્ષર શેરવાનીમાં હેન્ડસમ લાગી રહ્યો હતો. વરઘોડામાં અક્ષરે પણ ડાન્સ કર્યો હતો. તેના ઘણા નજીકના મિત્રો અને સંબંધીઓ જોડાયા હતા. વરઘોડાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ પણ આ કપલને શુભેચ્છા પાઠવી રહ્યા છે. અક્ષરે પોતાના લગ્નમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને પણ આમંત્રણ આપ્યુ હતુ. પરંતુ ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝના કારણે મોટાભાગના ખેલાડીઓ લગ્નમાં હાજર રહી શક્યા ન હતા.

મોહમ્મદ કૈફે પણ શેર કર્યા ફોટા

પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ કૈફ પણ અક્ષર પટેલના લગ્નમાં પહોંચ્યા હતા. તેણે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે. મોહમ્મદ કૈફે લાંબા સમયથી દિલ્લી કેપિટલ્સના અક્ષર પટેલને કોચિંગ પણ આપ્યુ છે. ફોટો પોસ્ટ કરવાની સાથે, કૈફે પણ કપલને તેમના નવા જીવન માટે શુભેચ્છા પાઠવી હતી. આ સિવાય જયદેવ ઉનડકટે ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો અને વીડિયો શેર કર્યા છે. સંગીત સેરેમનીમાં અક્ષર પટેલ અને મેહાએ સુંદર નૃત્ય રજૂ કર્યુ હતુ. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X