BAN vs NZ, World Cup 2023 : ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, પહેલા બોલિંગ કરવાનો નિર્ણય
BAN vs NZ, World Cup 2023 : આજે બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ 2023ની 11મી મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.
આ મેચમાં ન્યુઝીલેન્ડની ટીમે ટોસ જીત્યો છે. આ સાથે ન્યુઝીલેન્ડ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, ન્યૂઝીલેન્ડની ટીમ હાલમાં વર્લ્ડ કપ 2023ના પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને છે.

ન્યૂઝીલેન્ડનો નિયમિત કેપ્ટન કેન વિલિયમસન બાંગ્લાદેશ સામેની મેચમાં ઉપલબ્ધ રહેશે, જે ટીમની તાકાતમાં વધારો કરશે. કિવી ટીમ આજે જીતની હેટ્રિક ફટકારવાનો પ્રયાસ કરશે.
શાકિબ અલ હસનની આગેવાની હેઠળની બાંગ્લાદેશ ટુર્નામેન્ટમાં તેની બીજી જીત નોંધાવવા માટે પ્રયત્ન કરશે. બંને ટીમો આજે ટૂર્નામેન્ટમાં તેમની ત્રીજી મેચ રમશે.
બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડના સ્પિનરો પાસે આજે પોતાની તાકાત બતાવવાની મોટી તક હશે. પીચની હાલત જોતા લો સ્કોરિંગ મેચમાં ફરી એકવાર કઠિન સ્પર્ધા જોવા મળી શકે છે. બંને ટીમો પાસે સારા સ્પિનર્સ છે, તેથી રોમાંચક મેચની પૂરી આશા છે.
ચેપોક સ્ટેડિયમના આંકડા - ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં કુલ 24 ODI મેચ રમાઈ છે. જેમાં ટાર્ગેટનો પીછો કરી રહેલી ટીમ 10 મેચ જીતવામાં સફળ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ટીમે 13 મેચ જીતી છે. એક મેચનું પરિણામ મળી શક્યું નથી. આ આંકડાને જોતા ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો વિકલ્પ ટીમો માટે વધુ સારો સાબિત થઈ શકે છે.












Click it and Unblock the Notifications
