ઇરફાન પઠાણ બન્યો પુત્રનો પિતા, ફેબ્રુઆરીમાં થયા હતા નિકાહ

Subscribe to Oneindia News

ટીમ ઇંડિયાના શાનદાર ખેલાડી રહી ચૂકેલા ઇરફાન પઠાણ આજે સવારે ચાંદ જેવા દીકરાના પિતા બન્યા છે. આ વિશેની જાણકારી તેણે પોતાના ટ્વીટર એકાઉંટ પર આપી હતી. ઇરફાને ટ્વીટ કર્યુ કે આ અહેસાસ વર્ણવવો મુશ્કેલ છે. આમાં એક ઉમદા કશીશ છે. અમારે ત્યાં દીકરાનો જન્મ થયો છે.

irfan pathan


ઉલ્લેખનીય છે કે ઇરફાન પઠાણે આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં મૂળ ભારતીય પરંતુ દૂબઇમાં રહેતી મોડલ સફા બેગ સાથે નિકાહ કર્યા હતા. બંનેના નિકાહ જેદ્દામાં થયા હતા. જેમાં બંને પરિવારના માત્ર નજીકના મિત્ર, પરિવારજનો અને સંબંધીઓ જ સામેલ હતા. જો કે ઇરફાને બાદમાં વડોદરામાં એક શાનદાર રિસેપ્શન રાખ્યુ હતુ જેમાં રમતગમત અને રાજકારણના જાણીતા ચહેરા સામેલ હતા.

ઇરફાનથી 10 વર્ષ નાની છે સફા

21 વર્ષીય સફા જેદ્દાહમાં મોડેલિંગ કરતી હતી. સફા મૂળ ભારતીય છે. સફા મિર્ઝાની જન્મતિથિ ( 28 ફેબ્રુઆરી, 1994) જ્યારે ઇરફાનની (27 ઓક્ટોબર, 1984) છે. સફાએ આંતરરાષ્ટ્રીય સ્કૂલમાંથી શિક્ષણ મેળવ્યુ છે.

English summary
Baroda’s Irfan Pathan announced that he had become a father on Tuesday. Pathan put out a tweet saying that he and wife Safa Baig had a baby boy.
Please Wait while comments are loading...