ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમની ઘોષણા, રોહિત-ધવન થયા બહાર
ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમની ઘોષણા, રોહિત-ધવન થયા બહાર
નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ થનાર 2 મેચની ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમનું એલાન કરી દેવામાં આવ્યું છે. ફરી એકવાર શિખર ધવન સંપૂર્ણપણે ફીટ ના હોવાનું કારણ જણાવી બહાર બેસાડી દેવામાં આવ્યો છે. જ્યારે સલામી બેટ્સમેન રોહિત સર્મા પણ બહાર થઈ ગયા છે. રોહિત વનડે સીરિઝમાં પણ ટીમથી બહાર રહેશે.

રોહિતની જગ્યાએ વનડેમાં મયંક અગ્રવાલને પસંદ કરવામાં આવ્યો છે, તો ટેસ્ટ સીરિઝ માટે પૃથ્વી શૉને ઓપનર ટીમમાં જોડવામાં આવ્યો છે. આ ઉપરાંત ઈશાંત શર્માને પણ ટીમમાં લેવામાં આવ્યા છે, જે રણજી ટ્રોફીમાં ઘાયલ થયા બાદ તરત ફીટ થયા. રોહિતને લઈ બીસીસીઆઈએ જણાવ્યું કે તેમના ડાબા પગની મશલ્સમાં ખેંચ આવી ગઈ છે.
પેસર નવદીપ સૈનીને પહેલીવાર ટેસ્ટ ટીમમાં જગ્યા આપવામાં આવી છે. નવદીપ સૈનીએ ઘરેલૂ સ્તરની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, જેના દમ પર તેને ટેસ્ટ ટીમમાં સામેલ કરી લેવામાં આવ્યો ચે. નવદીપ સૈનીએ પાછલા વર્ષે ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટ અને પછી વનડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું.
આ પ્રકારે છે ટેસ્ટ ટીમ
વિરાટ કોહલી, મયંક અગ્રવાલ, પૃથ્વી શૉ, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, રિદ્ધિમાન સહા, રિષભ પંત, આર અશ્વિન, રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શામી, ઉમેશ યાદવ, નવદીપ સૈની અને ઈશાંત શર્મા












Click it and Unblock the Notifications
