ભારતીય ટીમના નવા કેપ્ટન માટે BCCI એ ચાર દાવેદારોના નામ જાહેર કર્યા, જાણો લિસ્ટમાં કોણ કોણ?
વિરાટ કોહલી અને રોહિત શર્માએ T20 ક્રિકેટ છોડતા હવે ભારતીય ક્રિકટમાં ઘણા મોટા બદલાવ જોવા મળી શકે છે. આમાં ટીમ માટે નવા કેપ્ટનની નિયુક્તિ પણ સામેલ છે.
દક્ષિણ આફ્રિકા સામે તાજેતરમાં T20 વર્લ્ડ કપ જીત્યા બાદ વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ T20માંથી નિવૃત્તિ લીધી છે. આનાથી ઝિમ્બાબ્વે શ્રેણીમાં યુવા ટીમને કેન્દ્રમાં આવવાનો માર્ગ મોકળો થયો છે.

શુભમન ગિલ હાલમાં ઝિમ્બાબ્વેમાં ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે, જ્યારે હાર્દિક પંડ્યા શ્રીલંકા સામેની ટી-20 શ્રેણીમાં સુકાનીપદનો પ્રબળ દાવેદાર છે. જો પંડ્યા ટીમની બહાર થાય છે તો સૂર્યકુમાર યાદવને કેપ્ટનશીપ આપવામાં આવી શકે છે. શ્રીલંકા પ્રવાસ દરમિયાન કેએલ રાહુલ ટીમનો કેપ્ટન બની શકે છે.
ક્રિકેટ સલાહકાર સમિતિના સભ્ય જતિન પરાંજપેએ ભારતીય ક્રિકેટ ટીમ માટે ચાર સંભવિત ભાવિ નેતાઓની ઓળખ કરી છે. તેમણે હાર્દિક પંડ્યા, ઋષભ પંત, શ્રેયસ અય્યર અને કેએલ રાહુલનો કેપ્ટનની ભૂમિકા માટે મુખ્ય ઉમેદવાર તરીકે ઉલ્લેખ કર્યો છે.
પરાંજપેએ કહ્યું ક, શ્રીલંકા શ્રેણી માટે હાર્દિક પંડ્યા કુદરતી પસંદગી હશે, જ્યારે રિષભ પંત ઉપ-કેપ્ટન બની શકે છે. પરાંજપેએ આ વિકલ્પો વિગતવાર સમજાવ્યા.
તેમણે કહ્યું કે, ભાવિ સુકાની બનવાની રેસમાં ચાર ખેલાડીઓ છે. હાર્દિક પંડ્યા, ઋષભ પંત, શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ રેસમાં છે. તેમણે કહ્યું કે આપણે એ ન ભૂલવું જોઈએ કે કેએલ રાહુલ મહાન ખેલાડી છે. તેના વિશે એવા અહેવાલો આવ્યા છે કે તે ODI ક્રિકેટ માટે ઉપલબ્ધ નથી. મને ખબર નથી કે તે કેટલો અધિકૃત છે, પરંતુ તે ક્રોસ ફોર્મેટનો ખેલાડી છે.
હાલ રોહિત શર્મા વનડે અને ટેસ્ટ બંને ટીમોની કેપ્ટનશીપ કરી રહ્યો છે. જો કે, રોહિત અને વિરાટ બંને તેમની કારકિર્દીના અંતિમ તબક્કામાં હોવાથી ટીમ મેનેજમેન્ટ માટે નવા કેપ્ટનો તૈયાર કરવા મહત્વપૂર્ણ બની જાય છે, જે આ ભૂમિકાઓ સરળતાથી ભજવી શકે. ટીમ પાસે ગૌતમ ગંભીરના રૂપમાં નવો કોચ છે, હવે કેપ્ટનની જાહેરાત કરવાનો સમય છે.












Click it and Unblock the Notifications
