ટીમ ઇન્ડિયા માટે સચિન તેંડુલકરની સ્પેશિયલ ગિફ્ટ, જાણો શું?

Written By:
Subscribe to Oneindia News

ક્રિકેટની દુનિયાના ભગવાન કહેવાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની બાયોપિક ફિલ્મ સચિન અ બિલિયન ડ્રીમ્સ 26 મેના રોજ રિલીઝ થનાર છે. આ પહેલાં સચિન તેંડુલકરે ટીમ ઇન્ડિયા માટે આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ રાખ્યું છે. ખબરો અનુસાર, ટીમ ઇન્ડિયા તેમના માટે પ્રેરણારૂપ એવા સચિનની આ ફિલ્મ જોવા માટે અત્યંત ઉત્સુક છે.

Sachin Dhoni

મુંબઇમાં બુધવારે સચિનની બાયોપિક ફિલ્મનું ખાસ સ્ક્રિનિંગ યોજાયું હતું. જેમાં મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી, અનુષ્કા શર્મા વગેરે સહિત આખી ટીમ ઇન્ડિયા હાજર રહી હતી.

Sachin Virat Anushka

ફિલ્મ હજુ રિલીઝ થવાને વાર છે, પરંતુ તેની ઘણી સ્પેશિયલ સ્ક્રિંનિંગ્સ થઇ ચૂકી છે. સચિન તેંડુલકરે ભારતીય નેવી ઓફિસર્સ માટે આ ફિલ્મની સ્ક્રિનિંગનું આયોજન કર્યું હતું. અહીં સચિન તેંડુલકર પોતે પણ યુનિફોર્મમાં જોવા મળ્યા હતા, ઉલ્લેખનીય છે કે તેઓ પોતે પણ નેવી ઓફિસર છે.

કહેવાઇ રહ્યું છે કે, આ ફિલ્મ દ્વારા સચિનના જીવનના એ પ્રકરણો પર પ્રકાશ પાડવામાં આવશે, જેના વિશે લોકોને ખાસ જાણકારી નથી. એક પુત્ર, પિતા, પતિ અને મિત્રના રૂપમાં સચિન તેંડુલકર કેવા છે તે આ ફિલ્મમાં જોવા મળશે. આ સાથે જ સચિનના ક્રિકેટ કરિયર પર પણ ફોકસ કરવામાં આવ્યું છે.

ઇંગ્લેન્ડમાં 1 જૂનથી ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થનાર છે, ટીમ ઇન્ડિયા ટૂંક સમયમાં જ આ માટે રવાના થશે. એ પહેલાં સચિન આખી ભારતીય ક્રિકેટ ટીમ માટે કાસ સ્ક્રિનિંગ આયોજીત કર્યું હતું. આ ફિલ્મનું સંગીત એ.આર.રહેમાને આપ્યું છે. ફિલ્મ 26 મેના રોજ થિયેટરમાં રિલીઝ થશે.

English summary
Before leaving for Champions Trophy, Team India To Watch Sachin's Biodrama Together.
Please Wait while comments are loading...