World Cup 2019: કપ્તાનીથી હટાવાતા લસિથ મલિંગાએ આપ્યા સંન્યાસના સંકેત
World Cup 2019: કપ્તાનીથી હટાવાતા લસિથ મલિંગાએ આપ્યા સંન્યાસના સંકેત
નવી દિલ્હીઃ શ્રીલંકા ક્રિકેટ ટીમ માટે વર્લ્ડ કપ શરૂ થતા પહેલા મોટો ઝટકો આપતા સમાચાર આવ્યા છે. લસિથ મલિંગાએ ટૂર્નામેન્ટ પહેલા જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાના સંકેત આપ્યા છે. શ્રીલંકાએ 18 એપ્રિલના રોજ 15 સભ્યોવાળી ટીમનું એલાન કર્યું હતું જેમાં લસિથ મલિંગાને સામેલ તો કરવામાં આવ્યો છે પરંતુ અહેવાલો મુજબ મલિંગાને ટીમની કમાન ન મળતાં તેઓ સિલેક્ટર્સથી નારાજ છે.

મેસેજ દ્વારા આપ્યા સંકેત
મલિંગાએ વોટ્સએપ દ્વારા સંન્યાસના સંકેત આપ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, મલિંગાએ શ્રીલંકાના મુખ્ય સિલેક્ટર અસંથા ડિ મેલ સાથે ફોન પર વાત કરી હતી અને સિલેક્ટરે કપ્તાનીની ગેરન્ટી આપ્યા વિના વર્લ્ડ કપ માટે તેની ઉપલબ્ધતા વિશે પૂછ્યું હતું. જેના એક કલાક બાદ જ મલિંગાએ ખેલાડીઓને વૉટ્સએપમાં સિંહલીઝ ભાષામાં મેસેજ મોકલી સંન્યાસના સંકેત આપતા લખ્યું, 'નામ યાદ રાખજો.. આપણે બીજીવાર મેદાનમાં નહિ મળી શકીએ... જેમણે મારો સાથ આપ્યો અને મારું સમર્થન કર્યું ભગવાન તેમનું પણ સારું કરે.'

મલિંગાથી કપ્તાની છીનવાઈ
શ્રીલંકાઈ બોર્ડે જ્યારે ટીમનું એલાન કર્યું તે તેમાં કપ્તાનીને લઈ ચોંકાવનારો ફેસલો સામે આવ્યો. બોર્ડે મલિંગાને કપ્તાનીથી હટાવી 30 વર્ષના દિમુથ કરુણારત્નેને કપ્તાની સોંપી છે, જેમણે પોતાની અંતિમ મેચ 2015માં થયેલ વર્લ્ડ કપમાં રમી હતી. કરુણારત્ને પાછલા 4 વર્ષથી એકપણ વનડે નથી રમી શક્યો પરંતુ છતાં શ્રીલંકાઈ બોર્ડે તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે શ્રીલંકા માટે રમેલ 17 માંચમાં 15.83ની એવરેજથી 190 રન બનાવ્યા છે.

અધિકારીએ આપ્યો જવાબ
એક શ્રીલંકાઈ અધિકારીએ આ ઘટના પર કહ્યું કે, 'તેમના સંન્યાસના સંકેતથી શું મતલબ છે તે ખ્યાલ નથી. મલિંગાને ખબર હોવી જોઈએ કે દેશ માટે કપ્તાનીથી વધુ મહત્વપૂર્ણ છે. તેમણે પોતાની કપ્તાનીમાં 14માંથી 13 મેચ ગુમાવી દીધી.'

વર્લ્ડ કપ માટે શ્રીલંકાની સ્ક્વૉડ
દિમુથ કરુણારત્ને, અવિષ્કા ફર્માંડો, લાહિરુ થિરિમાને, કુસલ પરેરા, કુસલ મેંડિસ, એન્જેલો મૈથ્યૂઝ, ધનંજય ડિ સિલ્વા, જેફ્રી વૈંડેસરે, તિસારા પરેરા, ઈસુરુ ઉડાના, લસિથ મલિંગા, સુરંગા લકમલ, નુવાન પ્રદીપ, જીવન મેંડિસ, મિલિંદા શ્રીવર્દના.












Click it and Unblock the Notifications
