છગ્ગો બચાવવા નિકોલસ પૂરને સ્પાઈડરમેન બની લગાવી જબરી છલાંગ, જુઓ Video

છગ્ગો બચાવવા નિકોલસ પૂરને સ્પાઈડરમેન બની લગાવી જબરી છલાંગ, જુઓ Video

આઈપીએલની નવમી મેચ ભારે રોમાંચક રહી. જેમાં ચોગ્ગા છગ્ગાના વરસાદની સાથે ખેલાડીઓની શાનદાર ફિલ્ડિંગના ઝલવા પણ જોવા મળ્યા. આ મેચમાં કેટલાય રેકોર્ડ બન્યા, પરંતુ નિકોલસ પૂરનની ફિલ્ડિંગે દિગ્ગજોને પણ અચંભામાં નાખી દીધા. પૂરને બાઉન્ડ્રી પર હવામાં ઉછળતાં બોલને સીમા રેખાથી બહાર જતી રોકી દીધી. તેમની આ ફિલ્ડિંગને જોઈ મહાન ક્રિકેટર સચિન તેંડુલકર, ભારતના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સહેવાગ, ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન કેવિન પીટરસન, ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર માઈકલ સ્લેટર અને દુનિયાના ઓલટાઈમ બેસ્ટ ફીલ્ડર જોંટી રોડ્સ દંગ રહી ગયા.

nicholas pooran

પૂરનની ફિલ્ડિંગ જોઈ તેંડુલકર ખુદને રોકી ના શક્યા અને ટ્વીટ કરી નાખ્યું. તેંડુલકરે લખ્યું, "આ સૌથી શ્રેષ્ઠ ફિલ્ડિંગ છે, આવો નજારો મેં મારી જિંદગીમાં ક્યારેય નહોતો જોયો." રાજસ્થાન રોયલ્સની ઈનિંગમાં સંજૂ સેમસન તોફાની બેટિંગ કરી રહ્યા હતા. ઈનિંગની 8મી ઓવરમાં સેમસને રવિ બિશ્નોઈની બોલને મિડવિકેટ તરફ ફટકારી. એવું લાગ્યું કે બોલ 6 રન માટે બાઉન્ડ્રી બહાર જઈ રહી છે. ત્યારે જ ત્યાં ઉભેલા નિકોલસ પૂરને સ્પાઈડરમેનની જેમ ડાઈવ લગાવી દીધી અને 6 રનને 2 રનમાં બદલી દીધા. પૂરનનું માથું બાઉન્ડ્રી તરફ અને પગ પિચ તરફ હતા. બોલને પકડતી વખતે અને બાઉન્ડ્રી લાઈનની અંદર ફેંકતી વખતે તેમનું આખું શરીર હવામાં હતું. તેમના આ બેલેંસને જોઈ બધા જ અચંભો પામ્યા હતા.

વીરેન્દ્ર સહેવાગે ટ્વીટ કરી કહ્યું, "ગ્રેવિટી નામની ચીજ જ ભૂલાવી દીધી. શું જબરદસ્ત સેવ છે." જોંટી રોડ્સે સચિનના ટ્વીટને રિટ્વીટ કરતા કહ્યું, 'જ્યારે ગોડ્સ ઑફ ક્રિકેટ સચિન તેંડુલકરે આવું કહી દીધું તો ખરેખર સૌથી સારો સેવ છે. જેના પર કોઈ સવાલ નથી રહી જતો. નિકોલસ પૂરને શાનદાર કામ કર્યું અને બાકીના પંજાબી ફિલ્ડરોને પ્રેરિત કર્યા.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X