બોલ્ડ અને બ્યુટીફુલ છે દક્ષિણ આફ્રિકન કેપ્ટન એડન માર્કરામની વાઈફ, વિશ્વાસ ન હોય તો જોઈ લો ફોટો
ક્રિકેટના મેદાનમાં છક્કા-ચોક્કા સાથે સાથે ક્રિકેટરોની ગર્લફ્રેન્ડ અને વાઈફની પણ ખુબ ચર્ચા થાય છે. હવે સાઉથ આફ્રિકા અફઘાનિસ્તાન સામે સેમિફાઈનલ રમવા જઈ રહ્યું છે ત્યારે એડન માર્કરામની ચર્ચા થઈ રહી છે.
દક્ષિણ આફ્રિકન કેપ્ટન એડન માર્કરામની પત્નીનું નામ નિકોલ ડેનિએલા ઓ'કોનર છે. માર્કરામની પત્ની અવારનવાર તેની સુંદરતાના કારણે ચર્ચામાં રહે છે.

આ દિવસોમાં રમાઈ રહેલા ટી20 વર્લ્ડ કપ 2024માં એઈડન માર્કરામ દક્ષિણ આફ્રિકાની કમાન સંભાળી રહ્યો છે. માર્કરામની કેપ્ટન્સીમાં આફ્રિકાએ સેમી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.
નિકોલ ડેનિએલા ખૂબ જ સુંદર છે અને તેની સુંદરતાની વારંવાર ચર્ચા થતી રહે છે. નિકોલ ડેનિએલા તેના પતિ માર્કરામને ચીયર કરવા વારંવાર સ્ટેડિયમમાં આવે છે.
બંનેની લવસ્ટોરી પણ ઘણી રસપ્રદ છે. બંનેની લવ સ્ટોરી તેમના હાઈસ્કૂલના દિવસોથી શરૂ થઈ હતી. બંનેએ લગભગ 11 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા અને પછી 22 જુલાઈ 2023ના રોજ લગ્ન કરી લીધા.
નિકોલ ડેનિએલા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેને 24 હજારથી વધુ લોકો ફોલો કરે છે.
નિકોલ ડેનિએલા અવારનવાર એડન માર્કરામ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. આ સિવાય તે પોતાની ખાસ પળોને સોશિયલ મીડિયા દ્વારા પણ શેર કરે છે.












Click it and Unblock the Notifications
